Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
જ. કૃ] પર પતિ પોતાની માને, [૬૫ વર અને કન્યાના ગુણદેષ –સામુદ્રિકાદિક શાસ્ત્રોમાં કહેલા શરીરનાં લક્ષણ તથા જન્મપત્રિકાની તપાસ વગેરેથી કન્યાની તથા વરની પરીક્ષા કરવી. કહ્યું છે કે-૧ કુલ, ૨ શીલ, ૨ સગાંવહાલાં, ૪ વિદ્યા, ૫ ધન, ૬ શરીર અને ૭ વય. એ સાત ગુણ વરને વિષે કન્યાદાન કરનારે જેવા. એ ઉપરાંત કન્યા પોતાના ભાગ્યના આધાર ઉપર રહે છે. મૂર્ખ, નિર્ધન, દૂર દેશાંતરમાં રહેનારે શૂર, મેક્ષની ઈચ્છા કરનાર અને કન્યાથી ત્રણ ગુણ કરતાં પણ વધુ ઉંમરવાળો એવા વરને ડાહ્યા માણસે કન્યા ન આપવી. ઘણું આશ્ચર્ય લાગે એટલી સંપત્તિવાળ, ઘણે જ ઠંડે અથવા ઘણે જ ક્રોધી, હાથ, પગે અથવા કેઈપણ અંગે અપંગ તથા રેગી એવા વરને પણ કન્યા ન આપવી. કુળ તથા જાતિવડે હીન, પિતાના માતાપિતાથી છૂટા રહેનારા અને જેને પૂર્વે પરણેલી સ્ત્રી તથા પુત્ર હેય એવા વરને કન્યા ન આપવી. ઘણું વેર તથા અપવાદવાળા, હંમેશાં જેટલું ધન મળે તે સર્વનું ખરચ કરનારા, આળસથી શૂન્ય મનવાળા એવા વરને કન્યા ન આપવી. પિતાના ગોત્રમાં થએલા, જુગાર, ચોરી વગેરે વ્યસનવાળા તથા પરદેશી એવા વરને કન્યા ન આપવી.
પિતાના પતિ વગેરે લેકેની સાથે નિષ્કપટપણે વર્તન નારી, સાસુ વગેરે ઉપર ભક્તિ કરનારી. સ્વજન ઉપર પ્રીતિ રાખનારી, બંધુવર્ગ ઉપર સ્નેહવાળી અને હંમેશાં પ્રસન્ન સુખવાળી એવી કુલ સ્ત્રી હોય છે, જે પુરુષના પુત્ર આજ્ઞામાં રહેનારા તથા પિતા ઉપર, ભક્તિ કરનારા હોય,