Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૬૨૮]
પતા યુ ડાલસે ગિરતા જ, (૧)
[શ્રા. વિ.
તા પણ ઉદાયન રાજા તાપસની ભકિત ન મૂકે. દૃષ્ટિરાગ તાડવા એ કેટલે મુશ્કેલ છે ! હશે, પછી દેવતાએ તાપસના રૂપે રાજાને દિવ્ય અમૃત ફળ આપ્યું. તેને રસ ચાખતાં જ લુબ્ધ થએલા રાજાને તાપસરૂપી દેવતા પોતે વિવેલા આશ્રમમાં લઈ ગયા. ત્યાં વૈષધારી તાપસાએ ઘણી તાડના કરવાથી તે (રાજા) નાઠો. તે જૈનસાધુએના ઉપાશ્રયે આવ્યા. સાધુઓએ અભયદાન આપ્યું, તેથી રાજાએ જૈનધમ અંગીકાર કર્યાં. પછી દેવતાએ પોતાની ૠધ્ધિ દેખાડી, રાજાને જૈનધર્મીને વિષે દૃઢ કરી આપદા આવે મને યાદ કરજે ’’ એમ કહી અદૃશ્ય થયા.
હવે ગાંધાર નામના કોઈ શ્રાવક સર્વ ઠેકાણે ચૈત્યવંદન કરવા નીકળ્યા હતા. ઘણા ઉપવાસ કરવાથી તુષ્ટ થએલી દેવીએ તેને વતાય પતે લઈ જઈ ત્યાંની પ્રતિમાને વઢાવી અને પેાતાની ઈચ્છા પાર પડે એવી એકસા આઠ ગોળી આપી. તેણે તેમાંની એક ગોળી મોંઢામાં નાંખીને ચિંતવ્યુ` કે, “ હુ વીતભય પાટણ જાઉં. ગુટિકાના પ્રભાવથી તે ત્યાં આવ્યા. કુબ્જા દાસીએ તેને તે પ્રતિમાને વંદાવી. પછી તે ગાંધાર શ્રાવક ત્યાં માંદા પડયો. કુખ્ત દાસીએ તેની સારવાર કરી. પાતાનું આયુષ્ય ઘેાડુ' રહ્યુ એમ જાણી તે શ્રાવકે સર્વે ગુટિકાએ કુખ્ત દાસીને આપી દીક્ષા લીધી. કુબ્જા દાસી એક ગુટિકા ભક્ષણ કરવાથી ઘણી સુંદર થઇ, તેથી જ તેનું સુવણુ ગુલિકા એવુ` નામ પ્રસિદ્ધ થયું. બીજી ગોળી ભક્ષણ કરીને તે દાસીએ ચિ'તવ્યુ` કે, ચાદ મુકુટધારી રાજાઓએ સેવિત એવા ચ'ડપ્રદ્યોત રાજા