Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
ચે કાયા કાચા કુંભ,
[કરપ
જ. કું.] ગયા. ત્યારે હાસા–પ્રસાસાએ તેને કહ્યું કે, “હારાથી આ શરીરવડે અમારી સાથે ભેગ કરાય નહી' માટે અગ્નિપ્રવેશ વિગેરે કર.” એમ કહી તે સ્ત્રીએએ કુમારનદીને હસ્તસંપુટમાં બેસારી ચ`પા નગરીના ઉદ્યાનમાં મૂકયેા. પછી તેના મિત્ર નાગિલ શ્રાવકે ઘણા વાર્યાં, તે પણ તે નિયાણુ કરી અગ્નિમાં પડયા અને મરણ પામી પંચૌલ દ્વીપના અધિપતિ વ્યતર દેવતા થયેા. નાગિલને તેથી વૈરાગ્ય ઉત્પન્ન થયા, અને તે દીક્ષા લઈ કાળ કરી ખારમા અચ્યુત દેવલોકે દેવતા થયા. એક વખતે નંદીશ્વર દ્વીપે જનારા દેવતાઓની આજ્ઞાથી હાસા–પ્રહાસાએ કુમારનઢીના જીવ વ્યંતરને કહ્યું કે, “તું પડહુ ગ્રહણ કર.” તે અહંકારથી હુંકાર કરા લાગ્યા; એટલામાં પડતુ તેને ગળે આવીને વળગ્યા. કોઈ પણ ઉપાયે તે પડહુ છૂટા પડે નહિ. તે વખતે અવિધ જ્ઞાનથી જાણીને નાગિલ દેવતા ત્યાં આવ્યેા, જેમ ઘુવડ સૂર્યના તેજથી નાસીપાસ થાય તેમ તે દેવતાના તેજથી કુમારનદી વ્યંતર નાસવા લાગ્યા, ત્યારે નાગિલ દેવતાએ પેાતાનું તેજ સંરીને કહ્યું કે, “તું મને એળખે છે ?” વ્યંતરે કહ્યુ ઇંદ્ર આદિ દેવતાએને કેણુ ઓળખે નહી ?”
પછી નાગિલ દેવતાએ પૂર્વભવના શ્રાવકના રૂપે પૂ ભવ કહી વ્યંતરને પ્રતિખાધ પમાડયેા. ત્યારે વ્યંતરે કહ્યું, “હુવે મારે શું કરવું ?” દેવતાએ કહ્યું, હવે તું ગૃહસ્થ પણામાં કાર્યાત્સગ કરી રહેલા ભાવયતિ શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા કરાવ એમ કરવાથી તને આવતે ભવે એધિલાભ થશે.” દેવતાનું આ વચન સાંભળી વ્યંતરે શ્રી
શ્રા. ૪૦