Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
122]
સીમર તુઝ સી. ધન્ય. (૨૪)
[શ્રા. વિ. હુ' જીવતા છતાં ખીજો ઉદ્ધાર કરવા સમર્થ છું. ખીજા જીર્ણોદ્ધારમાં એ ક્રોડ સત્તાણુ હજાર એટલ' દ્રવ્ય વાપર્યું". પુજાને માટે ચોવીશ ગામ અને ચાવીશ બગીચાઓ આપ્યા. ગાગ્ભટ્ટ મંત્રીના ભાઈ આંબડ મ`ત્રીએ ભરૂચમાં દુષ્ટ વ્યતરીના ઉપદ્રવને ટાળનાર શ્રી હેમચંદ્રસૂરિની મદદથી અઢાર હાથ ઊંચા શકુનિકાવિહાર નામે પ્રાસાદના છાઁદ્ધાર રાખ્યા. મહ્લિકાર્જુન રાજાના ભ ́ડાર સંબધી મંત્રીશ ધડી સુવર્ણના બનાવેલે કલશ શકુનિકાવિહાર ઉપર ચઢાવ્યેા. તથા સુવર્ણમય દઉંડ, વજા વગેરે આપ્યાં અને માંગલિક દ્વીપને અવસરે ખત્રીશ લાખ ક્ષ્મ યાચક જનાને આપ્યા. પહેલાં જીર્ણોદ્ધાર કરી પછી જ નવું જિનમદિર કરાવવુ' ઉચિત છે. માટે જ સપ્રતિ રાજાએ પણ પહેલાં સન્યાશી હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા, અને નવાં જિનમંદિર તા છત્રીશ હજાર કરાવ્યા. આ રીતે કુમારપાળ, વસ્તુપાળ, વગેરે ધર્મિષ્ઠ લોકોએ પણ નવા જિનમંદિર કરતા જાઁદ્વાર જ ઘણા કરાવ્યા. તેની સંખ્યા વગેરે પણ પૂવે કહી ગયા છીએ. જિનમંદિર તયાર થયા પછી વિલ બ ન કરતાં પ્રતિમા સ્થાપન કરવી. શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યુ' છે કે બુદ્ધિશાળી પુરુષે જિનમંદિરમાં જિનબિબની શીઘ્ર પ્રતિ ઠા કરાવવી. કેમકે એમ કરવાથી અધિષ્ઠાયક દેવતા તુરંત ત્યાં આવી વસે છે, અને તે મંદિરની આગળ જતાં વૃદ્ધિજ થતી જાય છે. મદિરમાં તાંબાની કૂડીએ, કળશ, એરસીએ, દીવા વગેરે સર્વ પ્રકારની સામગ્રી પણ આપવી. તથા શક્તિ પ્રમાણે મન્દિરના ભંડાર કરી તેમાં રોકડ નાણુ
: