Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
પાપ શ્રમણ તે ભાષ્યા;
[શ્રા, વિ
૫૦] અને વિહારની ભૂમિએ પણ ઘણા ભન્ય જીવાને શુભ ભાવ ઉત્પન્ન કરે છે અને ભવસમુદ્રમાંથી તારે છે, માટે તે ભૂમિએ પણ તીથ જ કહેવાય છે. આ તીર્થાને વિષે સમ્યક્ત્વશુદ્ધિ માટે જવુ તે તીથ'યાત્રા કહેવાય છે. તેને વિધિ.
·
એકઆહાર, સચિત્તપરિહાર, ભૂમિશયન, બ્રહ્મચર્ય વ્રત વગેરે કઠણ અભિગ્રહે યાત્રા કરાય ત્યાં સુધી પળાય એવા પ્રથમ ગ્રહણ કરવા. પાલખી, સારા ઘેાડા, પલ’ગ વગેરે સમગ્ર ઋદ્ધિ હાય, તા પણ યાત્રા કરવા નીકળેલા ધનાઢ્ય શ્રાવકને પણ શક્તિ હાય તા પગે ચાલવું જ ઉચિત છે કેમકે-યાત્રા કરનારે છ’રી પાળવી એકાહારી, સમક્તિધારી, ભૂમિશયનકારી, સચિત્તપરિહારી, પાદચારી અને બ્રહ્મચારી રહેવુ. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-યાત્રા કરતાં વાહનમાં બેસે તે યાત્રાનુ' અ* ફળ જાય, પગરખાં પહેરે તેા ફળના ચેાથેા ભાગ જાય, મુંડન ન કરે તેા ત્રીજો ભાગ જાય, અને તીથૅ જઈને દાન લે તેા યાત્રાનુ સ ફળ જતું રહે. માટે તીર્થયાત્રા કરનાર પુરુષે એક ટક ભાજન કરવુ', ભૂમિ ઉપર સૂવુ' અને શ્રી ઋતુવતી છતાં પણ