Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
નિજગણ સચે મન નવ ખંચે,
[૬૦૩
જ **] તેનું રહેવાનુ` ઘાસનું ઝુ ંપડું' હતુ. તે મળી ગયું. આ રીતે ફ્રી ફ્રી ધન મેળવ્યા છતાં કોઈ વખતે ચારની ધાડ, તે કોઈ વખતે દુકાળ, રાજદંડ વગેરેથી તેનું ધન જતુ' રહ્યું. એક વખતે તે ગામડાના રહીશ ચારીએ કેઈ નગરમાં ધાડ પાડી તેથી રાજાએ ગુસ્સે થઇ તેમનુ (ચારાનુ) ગામડું માળી નાખ્યુ, અને શેઠના પુત્રાદિકને સુભટાએ પકડયા. ત્યારે શેઠ સુભટાની સાથે લડતાં માર્યાં ગયા. આ રીતે કુગ્રામવાસ ઉપર દાખલેા છે.
રહેવાનુ... સ્થાનક ઉચિત હોય તે પણ ત્યાં સ્વચક્ર, પરચક્ર, વિરાધ, દુષ્કાળ, મરકી અતિવૃષ્ટિ વગેરે, પ્રજાની સાથે કલહ, નગર આદ્ઘિના નાશ ઇત્યાદ્રિ ઉપદ્રવથી અસ્ત્રસ્થતા ઉત્પન્ન થઇ હાય તા, તે સ્થાન શીઘ્ર છોડી દેવુ.... તેમ ન કરે તે ધર્માર્થ કામની કદાચ હાનિ થાય. જેમ યવન લેાકાએ દિલ્લી શહેર ભાંગી નાંખ્યુ', ત્યારે ભય ઉત્પન્ન થવાથી જેમણે દિલ્લી છેાડી, અને ગુજરાત વગેરે દેશમાં નિવાસ કર્યાં. તેમણે પેાતાના ધર્મ, અર્થ અને કામની પુષ્ટિ કરીને આ ભવ તથા પરભવને સફળ કર્યા, અને જેમણે દિલ્લી છેાડી નહિ, તે લેાકાએ બંદીખાનામાં પડવા આદિના ઉપદ્રય પામી પેાતાના બન્ને ભત્ર પાણીમાં ગુમાવ્યા. નગરક્ષય થએ સ્થાનત્યાગ ઉપર સિદ્ધાંતમાં કહ્યું છે કે—ક્ષિતિપ્રતિષ્ઠિત, વણકપુર, ઋષભપુર, કુશાગ્રપુર, રાજગૃહ, ચંપા, પાટલીપુત્ર વગેરે. રહેવાનુ સ્થાનક એટલે નગર, ગામ વગેરેના વિચાર કર્યાં. સારા-નરસા પાડોશીથી લાભ હાનિઘર પણ રહેવાનું સ્થાનક કહેવાય છે, જયાં સારાપાડાશી હાય