Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૬૧૭૧ તસ ગુણ દુરે નાસે ધન્ય (ર૧) [શ્રા. વિ. ઉત્તર તથા પશ્ચિમ ભાગમાં ભેજન, ધાન્ય, દ્રવ્ય અને દેવ એમના સ્થાન કરવાં, ઘરના દ્વારની અપેક્ષાએ એટલે જે દિશામાં ઘરનું બારણું હોય તે પૂર્વ દિશા અને તેને અનુસરતી બીજી દિશાઓ જાણવી. જેમ છીંકમાં તેમ અહિં પણ જેમાં સૂર્ય ઉદય થાય છે, તે પૂર્વ દિશા ન જાણવી. તેમજ બનાવનાર સૂતાર તથા બીજા મજૂર વગેરેને જે કરાવ કર્યો હોય, તે કરતાં વધુ પણ ઉચિત આપી તેમને રાજી રાખવા, પરંતુ કેઈ ઠેકાણે પણ તેમને ઠગવા નહિ. જેટલામાં પિતાના કુટુંબાદિકને સુખે નિર્વાહ થાય, અને લેકમાં પણ શોભા વિગેરે દેખાય, તેટલેજ વિસ્તાર (લાંબાપહેળા) ઘર બંધાવવામાં કરે, સંતેષ ન રાખતાં વધારે જ વિસ્તાર કરવાથી નાહક ધનને વ્યય અને આરંભ વગેરે થાય છે. ઉપર કહ્યા પ્રમાણે કરેલું ઘર પણ પરિમિત (પ્રમાણુવાળા) દ્વારવાળું જ જોઈએ, કેમકે, ઘણાં બારણું હોય તે દુષ્ટ લેકની આવ-જાવ ઉપર નજર ન રહે, અને તેથી સ્ત્રી, ધન વગેરેને નાશ થવાનો સંભવ રહે છે.
પરિમિત (પ્રમાણુવાળા) બારણાનાં પણ પાટિયાં, ઉલાળે, સાંકળ, ભૂંગળ વગેરે ઘણુ મજબૂત કરવાં, તેથી ઘર સુરક્ષિત રહે છે. કમાડ પણ સુખે વસાય અને ઉઘાડાય એવા જોઈએ અને તેવી સ્થિતિમાં હોય તે સારાં નહિ તે અધિક અધિક જીવ-વિરાધના થાય અને જવું–આવવું વગેરે કાર્ય જેટલું તરત જ થવું જોઈએ તેટલું શી ન થાય. ભારતમાં રહેનારી ભૂંગળ કઈ પણ રીતે સારી નહિ; કારણ કે, તેથી પંચેદ્રિય વગેરે ની પણ વિરાધના