Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૬૧૨] બક પરે નીચે ચાલે; [શ્રા. વિ. એને તૈયાર થતાં બાર વર્ષ લાગ્યાં હતાં. તે મહેલમાં દાંતાક રહેવા ગયે, ત્યારે પડું કે? પડું કે? એ શબ્દ તેના સાંભળવામાં આવ્યું. તેથી ભય પામી શેઠે મૂલ્ય તરીકે ધન લઈ તેમહેલ વિકમરાજાને આપે. વિક્રમ રાજા તે મહેલમાં ગયા અને પડું કે? પડું કે? એ શબ્દ સાંભળતાં જ રાજાએ કહ્યું-પડ, કે તુરત જ સુવર્ણપુરુષ પડે. વગેરે. વળી વિધિ પ્રમાણે બનાવેલા અને વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરેલા શ્રી મુનિસુવ્રત સ્વામિને સ્તૂપના મહિમાથી કેણિક રાજા પ્રબળ સેનાને ધણું હતું, તથાપિ તે વિશાળા નરીને બાર વર્ષમાં પણ લઈ શક્યું નહિ, ભ્રષ્ટ થએલા ફૂલવાલકના કહેવાથી જ્યારે તેણે સૂપ પાડી નંખા. ત્યારે તે જ વખતે નગરી તાબામાં લીધી. આ રીતેજ એટલે જેમ ઘરની યુક્તિ કહી તે પ્રમાણે દુકાન પણ સારે પાડોશ જોઈ ઘણું જાહેર નહિ, તથા ગુપ્ત નહિ એવી જગ્યાએ પરિમિત બારણાવાળી પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવવી, એજ સારું છે. તેથીજ ધર્મ, અર્થ અને કામની સિદિધ થાય છે. ઊચિત વિદ્યાનું ગ્રહણ–ત્રિવર્ગસિદિધનું કારણ એ પદને સંબંધ બીજા દ્વારમાં પણ લેવાય છે, તેથી એ અર્થ થાય કે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણની સિધિ જેથી થતી હોય, તે વિદ્યાઓનું એટલે લખવું, ભણવું, વ્યાપાર વગેરે કળાઓનું ગ્રહણ એટલે અધ્યયન સારી રીતે કરવું. કેમ કે, જેને કળાઓનું શિક્ષણ ન મળ્યું હોય તથા તેમને અભ્યાસ જેણે ન કર્યો હોય, તેને પિતાની મૂર્ખતાથી તથા હાંસી કરવા યોગ્ય હાલતથી પગલે પગલે તિરસ્કાર