Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૬૦૮] જાણે ન પ્રકાશે; [શ્રા. વિ. હતી તે પ્રમાણે કહી દીધી. ત્યારે શ્રીમંત પાડેશીએ કહ્યું કે,
એટલામાં શું દેવ છે?” એવી અવજ્ઞા કરવાથી વિદ્યુત્પાત વગેરે થઈ શ્રીમંત પાડોશીને સર્વ પ્રકારે નાશ થશે. કહ્યું છે કે-જિનમંદિર, કૂવા, વાવ, સ્મશાન, મઠ અને રાજમંદિરને સરસવ જેટલો પણ પત્થર, ઇંટ કે કાક તજવાં. ઘરનું માપ વિગેરે-પાષાણમય સ્તંભ, પીઠ, પાટિયાં, બારસાખ વગેરે વસ્તુઓ ગૃહસ્થને વિરુદ્ધકારક છે, પરંતુ તે ધર્મસ્થાનકે શુભ જાણવી. પાષાણમય વસ્તુ ઉપર કાષ્ટ અને કાષ્ઠમય વસ્તુ ઉપર, પાષાણના સ્તંભ વગેરે વસ્તુઓ ઘરમાં અથવા જિનમંદિરમાં પ્રયત્નથી વર્જવી. હળનું કાષ્ઠ, ઘાણી, શકટ વગેરે વસ્તુ તથા રહેંટ આદિ યંત્રે, એ સર્વ કાંટા વાળા વૃક્ષના, વડ આદિ પાંચ ઉંબરના તથા જેમાંથી દૂધ નીકળતું હોય એવા આકડા વગેરે ઝાડના લાકડાનાં વર્જવાં.
ઉપર કહેલી વસ્તુઓ બીજોરી, કેળ, દાડમ, મીઠાં લીંબુને આપનાર લિંબળી, બે જાતની હળદર, આમલી, બાવળ, બેરડી તથા ધંતુરા એમનાં લાકડાંની પણ વર્જવી. જે ઉપર કહેલા વૃક્ષનાં મૂળ પાડોશથી ઘરની ભૂમિમાં પેસે, અથવા એ ઝાડની છાયા ઉપર આવે તે તે ઘરધણીના કુળને નાશ થાય છે. ઘર પૂર્વ ભાગમાં ઊંચું હોય તે ધન જતું રહે છે, દક્ષિણ ભાગમાં ઊંચું હોય તે ધનની સમૃદિધ થાય છે. પશ્ચિમ ભાગમાં ઊંચું હોય તે વૃધિ થાય છે, અને ઉત્તરદિશામાં ઊંચું હોય તે શૂન્ય થાય છે. વલયાકારવાળું ઘણા ખૂણાવાળું, અથવા એક, બે કે ત્રણ ખૂણ વાળા, જમણી તથા ડાબી બાજુએ લાંબાંઘરમાં રહેવું નહિ. જે