Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૬૦૨] તસભવ અરહટ માલા. ધન્ય. (૧૯) [શ્રા, વિ. ધર્મિષ્ટ હોય ત્યાં સારા માણસે રહેવું. કેમકે પુરુષની સેબત કલ્યાણને કરે છે. જે નગરમાં જિનમંદિર, સિદ્ધાંતના જાણ સાધુ અને શ્રાવકે હેય તથા જળ અને બળતણ પણ ઘણું હોય, ત્યાં હંમેશાં રહેવું.
ત્રણસે જિનમંદિર તથા ધર્મિષ્ઠ, સુશીલ અને જાણ એવા શ્રાવક વગેરેથી શેભતું એવું અજમેરની નજીકહર્ષપુર નામનું નગર હતું. ત્યાં રહેનાર અઢાર હજાર બ્રાહ્મણ અને તેમના શિષ્ય છત્રીશહજાર મોટા શેકીઆઓ હતા. એકદા શ્રી પ્રિયગ્ર થસૂરિ તે નગરમાં પધાર્યા ત્યારે પ્રતિબંધ પામ્યા. સારા સ્થળમાં રહેવાથી પૈસાવાળા, ગુણ અને ધર્મિષ્ઠ લોકોને સમાગમ થાય છે. વળી તેથી ધન, વિવેક, વિનય, વિચાર, આચાર, ઉદારતા, ગંભીરપણું, ધૈર્ય, પ્રતિષ્ઠા વગેરે ગુણો તથા સર્વ રીતે ધર્મકૃત્ય કરવામાં કુશળતાપ્રાય વિના પ્રયત્ન મળે છે. એ વાત હમણ પણ સાક્ષાત્ જણાય છે,
માટે અંત પ્રાંત ગામડા વિગેરેમાં ધનપ્રાપ્તિ વગેરેથી સુખે નિર્વાહ થતું હોય, તે પણ ન રહેવું. કેમકે જ્યાં જિન, જિનમંદિર અને સંઘનું મુખકમળ એ ત્રણ વસ્તુ દેખાતી નથી, તેમજ જિનવચન સંભળાતું નથી ત્યાં ઘણી સંપદા હોય તે શું કામની? જે હારે મૂર્ખતા જોઈતી હોય, તે તું ગામડામાં ત્રણ દિવસ રહે, કારણ કે ત્યાં નવું અધ્યયન થાય નહિ, અરે! પૂર્વેભણેલું હોય તે પણભૂલી જવાય. દ. ૯૬ કુગ્રામવાસ પર સંભળાય છે કે-કઈ નગરને વણિક એક ગામડામાં જઈ દ્રવ્ય-લાભને માટે રહ્યો. ખેતી તથા બીજા ઘણું વ્યાપાર કરી તેણે ધન મેળવ્યું. એટલામાં