Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
જ. .]
[૬૫
લુંચે કેશ ન મુલ્યે માયા, અતિશય જાહેર સ્થળમાં ઘર કરવું સારુ નથી, કેમકે આસપાસ ખીજું ઘર ન હેાવાથી તથા ચારે તરફ્ ખુલ્લે ભાગ હાવાથી ચાર વગેરે ઉપદ્રવ કરે છે. અતિશય ગીચ વસતિવાળા ગુપ્ત સ્થળમાં ઘર હોય તે પણ સારૂ નહિ. કેમકે, ચારે તરફ બીજા ઘરો આવેલાં હોવાથી તે ઘરની શેાભા જતી રહે છે. તેમજ આગ વગેરે અંદર જવું અથવા બહાર આવવું કઠણ થઈ પડે છે.
ઉપદ્રવ થએ ઝટ
ભૂમિની પરીક્ષા-ઘરને માટે સારી જગ્યા તે શલ્ય, ભસ્મ, ખાત્ર વગેરે દોષથી તથા નિષિદ્ધ આયથી રહિત હોવુ જોઈ એ. તેમજ દૂર્વાએ, ફૂપલાં; દબ’ના ગુચ્છ વગેરે જયાં ઘણાં હોય, એવું તથા સારાવણુની અને સારા ગધની માટી, મધુર જળ તથા નિધાન વગેરે જેમાં હોય એવુ' હાવુ' જોઈ એ, કહ્યું છે કે—ઉનાળામાં ઠંડા સ્પર્શ વાળી અને શિયાળામાં ઉન્હા સ્પ વાળી, તથા વર્ષાઋતુમાં ઠંડા તથા ઉન્હા સ્પશવાળી જે ભૂમિ હોય તે સવ શુભ કારી જાણવી. એક હાથ ઊડી ખેાદીને પાછી તેજ માટીથી તે ભૂમિ પૂરી નાખવી. જો માટી વધે તે શ્રેષ્ઠ, બરાબર થાય તો મધ્યમ અને આછી થાય તે અધમ ભૂમિ જાણવી.
જે ભૂમિમાં ખાડો કરીને જળ ભર્યુ હોય તો તે જળ સેા પગલાં જઈ એ ત્યાં સુધીમાં જ જેટલું હતુ તેટલું જ રહે ! તે ભૂમિ સારી. આંગળ જેટલુ ઓછુ થાય તા મધ્યમ અને તે કરતાં વધારે એછુ થાય તા અધમ જાણવી. અથવા જે ભૂમિના ખાડામાં રાખેલાં પુષ્પ ખીજે દિવસે તેવાં ને તેવાં જ રહે તે તે ઉત્તમ ભૂમિ, અર્ધા સૂકાઈ