Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
જે અતિવેગે ચઢત; [શ્રા. વિ. સંવેગભાવનાની વૃદિધ કરી જે અકાર્યની આલોયણા કરે, તે અકાર્ય જરૂર ફરીથી ન કરે. જે પુરુષ શરમ વગેરેથી, રસાદિ ગરવમાં લપટાઈ રહ્યાથી એટલે તપસ્યા ન કરવાની ઈચ્છાથી અથવા હું બહુશ્રત છું એવા અહંકારથી, અપમાનની બીકથી અથવા આલોયણા ઘણી આવશે એવા ડરથી ગુરુની પાસે પિતાના દોષ કહીને ન આલોવે, તે જરૂર આરાધક કહેવાતો નથી. તે તે સંવેગ ઉત્પન્ન કરનાર આગમવચનેને વિચાર કરી તથા શલ્યને ઉધાર ન કર વાનાં ખોટાં પરિણામ ઉપર નજર દઈ પિતાનું ચિત્ત સંવેગવાળું કરવું અને આલોયણું લેવી. . આલોયણુ લેનારના દશ દેષ
૧ ગુરુ ઘેડી આલેયણા આપશે, એમ ધારી તેમને વૈયાવચ્ચ વગેરેથી પ્રસન્ન કરી પછી આલેયણું લેવી. ૨ તેમજ આ ગુરુ ઘેડી તથા સહેલી આલોયણા આપવાનાં છે એવી કલ્પના કરી આલોવવું. ૩ જે પિતાના દોષ બીજા કેઈએ જોયા હોય, તે જ આલોવે, પણ બીજા છાના ન આલોવે. ૪ સૂક્ષ્મ (ન્હાના) દોષ ગણત્રીમાં ન ગણવા, અને બાદર (હેટા) દોષની જ માત્ર આલોયણા લેવી. ૫ સૂક્ષ્મની આલોયણું લેનાર બાદર દોષ મૂકે નહિ. એમ જણાવવાને સારૂ તૃણહણાદિ નાના દેશની માત્ર આલોયણા લેવી અને બાદરની ન લેવી. ૬ છન્ન એટલે પ્રકટ શબ્દથી ન આલોવવું. ૭ તેમજ શબ્દાકુળ એટલે ગુરુ સારી પેઠે ન જાણે એવા શબ્દના આડંબરથી અથવા આસપાસના લોકે સાંભળે તેવી રીતે આલોવવું. ૮ આલોવવું હોય તે ઘણું લોકોને સંભળાવે.