Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
વ. કૃ] ઉચિત કિરિયા નિજ શક્તિ છાંડ, પિય વગેરે યથાવિધિ કરવું. કારણ કે ધર્મનું મૂળ વિનય છે. જે પાસત્કાદિક પિતાને ગુણ રહિત માને અને તેથી જ તે વંદના મ કરાવે, તે તેને આસન ઉપર બેસાડી પ્રણામ માત્ર કરે, અને આલેયણા લેવી.
ઉપર કહેલા પાસત્કાદિકને વેગ ન મળે તે રાજગૃહી નગરીમાં ગુણશીલાદિક ચત્યને વિષે જ્યાં ઘણી વાર જે દેવતાએ અરિહંત, ગણધર વગેરે મહાપુરુષોને આલેયણું આપતાં દીઠા હોય, ત્યાં તે સમ્યગ્દષ્ટિ દેવતાને અઠ્ઠમ વગેરે તપસ્યાથી પ્રસન્ન કરી તેની પાસે આલેયણા લેવી, કદાચ તે સમયનો દેવતા ચવ્યું હોય અને બીજો ઉત્પન્ન થયે હોય તે તે મહાવિદેહક્ષેત્રમાં જઈ અરિહંત ભગવાનને પૂછી પ્રાયશ્ચિત્ત આપે છે. તેમ ન બને તે અરિહંતની પ્રતિમા આગળ આલઈ પોતે જ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. અરિહંતની પ્રતિમાને પણ જોગ ન હોય તે પૂર્વ અથવા ઉત્તર દિશાએ હોટું રાખીને અરિહતેની તથા સિદ્ધોની સમક્ષ આવે. પણ આલોયા વગર ન રહે. કેમકે, શલ્ય સહિત જીવ આરાધક કહેવાતું નથી. પોતે ગીતાર્થ નહીં હોવાથી ચરણશુદ્ધિ તથા આલેણ આપવાથી થતું હિત ન જાણે, તે તે પુરુષ પોતાને અને આલોયણા લેનારને પણ સંસારમાં પાડે છે. આલોચના સમયની શુદ્ધિ-જેમ બાળક બોલતું હોય ત્યારે તે કાર્ય અથવા અકાર્ય જે હોય તે સરળતાથી કહે છે, તેમ આલોયણા લેનારે માયા અથવા મદ ન રાખતાં આલોવવું, માયા મદ વગેરે દોષ ન રાખતાં વખતે વખતે