Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
પ૭૮] કપટ રહિત મન વૃત્તિ. ધન્ય, (૧૩) [શ્રા. વિ. ભગવાનને કાંઈ વિનંતિ જ ન કરતા હોય એવા મુખે મુખકેશ બાંધેલા શ્રાવકોએ સુગંધી ચંદનાદિ વસ્તુથી ભગવાનને વિલેપન કર્યું. માલતી, કમળ વગેરે ફૂલની માળાઓથી ભગવાનની પ્રતિમા પૂજાઈ, ત્યારે તે શરસ્કાળના મેઘથી વીંટાયેલી ચંદ્રકળાની માફક શેભવા લાગી. બળતા મલયાગરના ધૂપથી થએલી ધૂમાડાની રેખાઓથી વિંટાયેલી ભગવાનની પ્રતિમા નીલ વસ્ત્રોથી પૂજાયેલી ન હોય? એવી રીતે શોભવા લાગી. જેની અંદર દીપતી દીપશિખાઓ છે એવી ભગવાનની આરતી શ્રાવકોએ કરી તે દીપતી ઔષધીવાળા પર્વતની ટૂંક માફકશેભતી હતી. અરિહ તના પરમભક્ત એવા તે શ્રાવોએ ભગવાનને વંદના કરી અશ્વની માફક આગળ થઈ પિતે રથ છે. તે વખતે નગરવાસી જનેની સ્ત્રીઓએ હલ્લીસકરાસ શરૂ કર્યા. શ્રાવિકાઓ ચારે તરફ ઘણાં મંગળ ગીત ગાવા લાગી. પાર વિનાનું કેશરનું જળ રથમાંથી નીચે પડતું હોવાથી આગળના રસ્તામાં છંટકાવ થવા માંડે. આ રીતે પ્રત્યેક ઘરની પૂજા ગ્રહણ કરતે રથ, દરરોજ સંપ્રતિ રાજાના દ્વારમાં હળવે હળવે આવતું હતું. તે જોઈ સંપ્રતિ રાજા પણ રથની પૂજા કરવાને તૈયાર થાય અને ફણસ ફળની માફક સર્વાગ વિકસ્વર રેમરાજીવાળા થઈ ત્યાં આવે. પછી નવા આનંદ રૂપ સરોવરમાં હંસની માફક કીડા કરતા સંપ્રતિ રાજા, રથમાં વિરાજમાન થયેલી પ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરે. મહાપદ્યચકીએ પણ પિતાની માતાના મનોરથ પૂર્ણ કરવા ઘણા આડંબરથી રથયાત્રા કરી.
કુમારપાલે કરેલી રથયાત્રા-કુમારપાળે કરેલી