Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
ધર્મ હેતુ વ્યવહાર જ ધર્મ,
૪૫૬] [ગ્રા. વિ. મનેાહર હાર કુમારના ગળામાં પહેરાબ્યા, ઈચ્છા વિનાના એવા કુમારે પણ તે હાર ઘણા જ માનથી સ્વીકાર્યા. પેાતાના ષ્ટિ માણસે આપેલી વસ્તુ સ્વીકારવા પ્રેરણા કરનારી પ્રીતિ જ હાય છે. હવે, તિલકમ'જરીએ શીઘ્ર પોપટની પણ પૂજા કરી, ઉત્તમ પુરુષાનુ સાધારણ વચન પણ કોઈ જગ્યાએ મિથ્યા ન થાય. ઉચિત આચરણ કરવામાં નિપુણ એવા ચંદ્રચૂડે તે વખતે કહ્યું કે, “હે કુમાર ! પહેલેથી જ તને હારા ભાગ્યે આપેલી બે કન્યાએ હું હમણાં તને આપુ છું. સારા કાર્યામાં વિન્ન ઘણાં આવે છે. માટે તું પ્રથમથીજ મનમાં સ્વીકારેલી એ બન્ને કન્યાઓનું તુરત જ પાણિગ્રહણ કર.” ચદ્રચૂડ દેવતા એમ કહી વર અને કન્યાઓને જાણે શેશભાને સમુદાય જ ન હોય ! એવા તિલકવૃક્ષના કુંજમાં પરણવાને માટે હષઁથી લઈ ગયા. ચક્રેશ્વરી દેવીએ રૂપ ફેરવી શીઘ્ર ત્યાં જઈ મૂળથી છેડા સુધી એ સર્વ ઉત્તમ વૃત્તાંત પ્રથમથી જ જાણ્યું હતું; માટે વેગથી પવનને પણ જીતે એવું અતિશય મ્હાટુ વિમાન ખનાખ્યું. જે વિમાન રત્નોની પહેાળી ઘટાઓથી ટ ́કાર શબ્દ કરતું હતું, રત્નમય શાભતી ઘુઘરીઆવડે શબ્દ કરનારી સેકડા ધ્વજાએ તે વિમાનને વિષે ફરકતી હતી. મનેાહર માણિકય રત્નાવડે જડેલા તારણથી તેને ઘણી શેશભાઆવી હતી. નૃત્યના, ગીતના અને વાજિત્રના શબ્દથી તે વિમાનની પૂતળી જાણે બાલતી ન હાય ! એવા ભાસ થતા હતા. પાર વિનાની પારિજાત વગેરે પુષ્પાની માળાએ તેમાં ઠેકાણે ઠેકાણે ગેાઠવેલી હતી. હાર, અધ હાર વગેરેથી અનુપમ શાભા તેને આવી હતી, સુંદર ચામરા તેને વિષે ઉછળતાં હતાં, તેની રચનામાં