Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દે, રૃ, ] નિજ સ્વભાવ પરિણતિના મ. (૧૦૯) [૪૫૭ બધી જાતનાં મણિરત્ના આવેલાં હાવાથી તે પેાતાના પ્રકાશથી સાક્ષાત્ સૂર્યંમડળની માફક ગાઢ અંધકારને પણ કાપી નાંખતું હતુ.. એવા વિમાનમાં ચક્રેશ્વરી દેવી એડી, ત્યારે બીજી તેની ખરાખરીની ઘણી દેવીએ પોતપાતાના વિવિધ પ્રકારના વિમાનમાં બેસી તેની સાથે ચાલવા લાગી, અને બીજા ઘણા દેવતાએ તેની સેવામાં તત્પર રહ્યા. આ રીતે ચક્રેશ્વરી દેવી તિલકવૃક્ષના કુંજમાં આવી પહોંચી. વર તથા કન્યાએ ગોત્રદેવીની માફક તેને નમ્યાં. ત્યારે ચક્રેશ્વરીએ પતિ-પુત્રવાળી વૃદ્ધ સ્ત્રી જેમ આશિષ આપે છે, તેમ વરને તથા કન્યાઓને આશિષ આપી કે ઃ-હું વધ્રુવર ! તમે હંમેશાં પ્રીતિથી સાથે રહેા અને ચિરકાળ સુખ ભાગવે. પુત્ર-પૌત્રાદિ સતતિવર્ડ જગત્ાં ઉત્કષ થાઓ.”
ઉચિત આચરણ કરવામાં ચતુર એવી ચક્રેશ્વરી દેવીએ પોતે અગ્રેસર થઇ ચારી આદિ સવ વિવાહની સામગ્રી તૈયાર કરી, અને દેવાંગનાઓનાં ધવલ મંગલ ગીતા પૂર્વક યથાવિધિ તેમના વિવાહમહાત્સવ મ્હાટા આડંબરથી પૂર્ણ થયા. તે વખતે દેવાંગનાઓએ પાપટને વરના ન્હાનાભાઈ તરીકે માનીને તેના નામથી ધવલ ગીતા ગાયાં, હેાટા પુરુષોની સેાખતનું ફળ એવું આશ્ચય કારી થાય છે. જેમનુ' વિવાહુમંગળ સાક્ષાત્ ચક્રેશ્વરીદેવીએ કર્યુ, તે કન્યાઓના અને કુમારના પુણ્યના ઉદય અદ્ભુત છે. પછી ચક્રેશ્વરી દેવીએ બીજુ સૌધર્માવત ́સક વિમાન જ ન હોય ! એવા સ રત્નમય મહેલ ત્યાં બનાવીને તેમને રહેવાને અર્થે આપ્યું. વિવિધ પ્રકારની ક્રીડા કરવાનાં સારાં સ્થાનક જુદાં જુદાં