Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૪૭૨] દ્રવ્ય શબ્દ છે કારણ વાચી, [શ્રા, વિ, નિદ્રાને છેદ કરનારે, ચાલતી કથામાં અંતરાય કરનારે અને પવગર કારણે રસોઈ કરનારો એ પાંચે પુરુષે અતિ શય પાતકી છે, માટે મને ફરી ઝટ નિદ્રા આવે તે માટે સહારા પગના તળિયાં તાજા ઘીના મિશ્રણવાળા ઠંડા પાણીથી મસળ.” કુમારનાં એવાં વચન સાંભળી રાક્ષસે મનમાં વિચાર્યું કે, “આ પુરુષનું ચરિત્ર જગત કરતાં કાંઈ જુદા પ્રકારનું દેખાય છે! એના ચરિત્રથી ઈદ્રનું હદય થરથર ધ્રુજે, તે પછી બીજા સાધારણ જીની શી વાત! ઘણી આશ્ચર્યની વાત છે કે, એ મહારી પાસેથી પિતાનાં તળિયાં મસળવાની ધારણા રાખે છે! એ વાત સિંહ ઉપર સવારી કરીને જવા જેવી છે. એનું નિડરપણું કાંઈ અજબ પ્રકારનું છે એમાં કોઈ શક નથી. એનું કેવું જબરું સાહસિકપણું! કેવું જબરૂં પરાક્રમ ! કેવી ધીઠાઈ ! અને કેવું નિડરપણું? અથવા ઘણે વિચાર કરવામાં શું લાભ છે? સંપૂર્ણ જગતને શિરોમણિ સમાન એ પુરુષ આજ મહારે અતિથિ થયે છે, માટે એના કહ્યા પ્રમાણે એક વાર કરું” એમ ચિંતવી રાક્ષસે કુમારના પગનાં તળિયાં કોમળ પોતાના હાથે ઘી સહિત ઠંડા પાણી વડે થેડી વાર મસળ્યાં. કઈ કાળે જેવાય, સંભળાય કે કલ્પના પણ કરાય નહીં, તેજ પુણ્યશાળી પુરુષોને સહજમાં મળી આવે છે. પુણ્યની લીલા કાંઈ જુદા પ્રકારની છે ! “રાક્ષસ ચાકરની માફક પિતાનાં પગનાં તળિયાં થાક વિના મસળે છે.” એમ જેઈ કુમારે તુરત જ ઊઠીને પ્રીતિથી રાક્ષસને કહ્યું કે, “હે રાક્ષસરાજ! તું મોટે સહનશીલ છે, માટે