Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
પપર] ન છીપે ભવ જ જાલે; શ્રિા. વિ.
તેના પ્રભાવથી તથા શેઠના જીવ દેવતાની મદદથી તે ત્રણે રાજાઓના દેશમાં તીર્થકરની વિહારભૂમિની માફક અતિવૃષ્ટિના, અનાવૃષ્ટિના, દુર્ભિક્ષના, સ્વચક-પરચકના, વ્યાધિના, મરકીના તથા દરિદ્ર વગેરેના ઉપદ્રવ સ્વપ્નમાં પણ રહ્યા નહીં. એવી દુઃસાધ્ય વસ્તુ શી છે કે, જે ધર્મના પ્રભાવથી સુસાધ્ય ન થાય? આ રીતે સુખમય અને ધર્મમય રાજ્યલક્ષ્મીને ચિરકાળ ભેળવી તે ત્રણે રાજાઓએ સાથે દીક્ષા લઈ ઘણી તપસ્યાથી શીઘ્ર કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. શેઠનો જીવ દેવતા, તેમને મહિમા ઠેકાણે ઠેકાણે ઘણે જ વધારવા લાગ્યા પછી પ્રાયે પિતાનું જ દષ્ટાંત કહી ઉપદેશ કરી પૃથ્વીને વિષે સર્વ પર્વરૂપ સમ્યફ ધર્મનું સામ્રાજ્ય અતિશય વિસ્તર્યું, અને ઘણું ભવ્ય જીવને ઉદ્ધાર કરી પોતે મોક્ષે ગયા. શેઠને જીવ દેવતા પણ અચુત દેવકથી હોટે રાજા થઈ ફરી વાર પર્વને મહિમા સાંભળવાથી જ તિસ્મરણ જ્ઞાન પામ્યો, અને દીક્ષા લઈમેક્ષે ગયે. આ રીતે પર્વની આરાધના ઉપર કથા કહી.
છેતપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિવરચિત
“શ્રાદ્ધવિધ પ્રકરણની “શ્રાદ્ધવિધિકૌમુદી ટીકામાં તૃતીય પર્વત્ય” ને ગુજરાતી અનુવાદ ગણુવિર્ય મહાયશસાગરજી મ. સા.
દ્વારા સંપૂર્ણ થયે.