Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
ચા, કJ જિનશાસન શાભાવે તે પણ, [પપ૭
તેમાં દિવસમાં બે વાર અથવા ત્રણ વાર પૂજા, અષ્ટાકારી પૂજા, સંપૂર્ણ દેવવંદન, જિનમંદિરે સર્વે જિનબિંબની પૂજા અથવા વંદના, સ્નાત્ર મહોત્સવ, મહાપૂજા, પ્રભાવના વગેરે અભિગ્રહ લેવા, તથા ગુરુને હેટી વંદના, દરેક સાધુને વંદના, વીશ લેગસ્સનો કાઉસગ્ગ, નવા જ્ઞાનને પાઠ, ગુરુની સેવા, બ્રહ્મચર્ય, અચિત્ત પાણી પીવું, સચિત્ત વસ્તુને ત્યાગ ઈત્યાદિ અભિગ્રહ લેવા. તથા વાસી, વિદળ, પુરી, પાપડ, વડી, સૂકું શાક, તાંદલજા વગેરે પાંદડાની ભાજી, ખારેક, ખજુર, દ્રાક્ષ, ખાંડ, સુંઠ, વગેરે વસ્તુને વર્ષાકાળના ચેમાસામાં ત્યાગ કરે. કેમકે, એ વસ્તુમાં લીલફૂલ, કુંથુઆ, અને ઈયળ વગેરે ઉત્પન્ન થવાને સંભવ રહે છે. ઔષધ વગેરે કામમાં ઉપર કહેલી વસ્તુ લેવી હોય તે સારી પેઠે તપાસીને ઘણી જ સંભાળથી લેવી. તેમજ વર્ષાકાળના ચોમાસામાં ખાટલે, ન્હાવું, માથામાં ફૂલ વગેરે ગુંથાવવાં, લીલું દાતણ, પગરખાં વગેરે વસ્તુને યથાશક્તિ ત્યાગ કરવો ભૂમિ પેદવી, વસ્ત્ર વગેરે રંગવાં, ગાડી વગેરે ખેડવાં, બીજે ગામે જવું વગેરેની પણ બાધા લેવી. - ઘર, હાટ, ભીંત, થાંભલે, કપાટ, પાટ, પાટિયું, શી કું, ઘી, તેલનાં તથા પાણી વગેરેનાં તથા બીજાં વાસણ, ઈધણ, ધાન્ય વગેરે સર્વે વસ્તુઓને નીલકૂલ વગેરે જીવની સંસક્તિ ન થાય, તે માટે જેને જેને જે યોગ્ય હોય તે પ્રમાણે કેઈને ચૂને લગાડ, કેઈમાં રાખ ભેળવવી, તથા મેલ કાઢી નાંખ, તડકામાં સૂકવું, શરદી અથવા ભેજ ન હોય તેવા સ્થાનમાં રાખવું વગેરે સંભાળ