Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
ચા. કૃ.]
દુષ્કરકાળ થકી પણ અધીકા,
[૫૬૩
જાણું છે, દેશદેશના વિચિત્ર રિવાજ જાણે છે, અને વિવિધ પ્રકારના આશ્ર્ચર્યકારી ચમત્કાર જુએ છે.
,,
રાજકુમાર એમ વિચારી રાત્રિએ કોઇ ન જાણે તેવી રીતે હાથમાં તલવાર લેઈ બહાર નીકળ્યે, અને પૃથ્વીને વિષે પાતાની ઈચ્છા પ્રમાણે ફરવા લાગ્યા. કેાઈ વખતે અટવીમાં ફરતાં બપોરના વખતે ભૂખ-તરસથી બહુ હેરાન થયા. એટલામાં સર્વાંગે દ્વિવ્ય આભૂષણ પહેરેલા એક દિવ્ય પુરુષ આવ્યા. તેણે સ્નેહપૂર્વક તેની સાથે કેટલીક વાર્તા કરી અને કુમારને એક સર્વે પ્રકારના ઉપદ્રવને દૂર કરનારૂ અને બીજું સર્વ ઉત્તમ વસ્તુને આપનારૂ એવાં બે રત્નો આપ્યાં. કુમારે “તું કાણુ છે ? ” એમ તેને પૂછ્યું, ત્યારે તેણે કહ્યુ કે, “જ્યારે તુ તારા શહેરમાં જઈશ ત્યારે મુનિરાજના વચનથી હારૂં ચિરત્ર જાણીશ.
""
પછી રાજકુમાર તે રત્નાના મહિમાથી સવ ઠેકાણે યથેચ્છ વિલાસ કરતા રહ્યો. એક વખતે પડતુના ઉદ્ઘાષ સાંભળવાથી તેના જાણવામાં આવ્યું કે, “ કુસુમપુરને દેવશર્મા નામે રાજા આંખના દરદથી ઘણીજ વેદના ભાગવે છે. ” પછી રાજકુમારે તુરતજ ત્યાં જઈ રત્નના પ્રભાવથી આંખની ઈજા દૂર કરી. રાજાએ પ્રસન્ન થઈ રાજકુમારને પેાતાનું રાજ્ય તથા પુણ્યશ્રી નામે પુત્રી આપી પોતે દીક્ષા લીધી, પછી કુમારના પિતાએ પણ કુમારને રાજ્ય ઉપર બેસાડી પેાતે દીક્ષા લીધી. આ રીતે રાજકુમાર એ રાજ્યે ચલાવા લાગ્યા. એક વખતે ત્રણુ જ્ઞાનના ધણી થએલા દેવશર્માં રાજવિએ કુમારના પૂર્વભવ આ પ્રમાણે કહ્યો કે—