Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
પ૭૦] મુઝ મન તેહ સુહાય. ધન્ય. (૧૧) [શ્રા, વિ. મળીને બાર વસ્તુ સંયમનાં ઉપકરણ છે. એમજ શ્રાવકશ્રાવિકારૂપ સંઘને પણ શક્તિ માફક ભક્તિથી પહેરામણી વગેરે આપીને સત્કાર કરે. દેવગુરુ વગેરેના ગુણ ગાનારા યાચકાદિકને પણ ઉચિત લાગે તેમ તૃપ્ત કરે. ૧. સંઘપૂજા-ત્રણ પ્રકારની છે. એક ઉત્કૃષ્ટ, બીજી મધ્યમ અને ત્રીજી જઘન્ય. “જિનમતધારી સર્વ સંધને પહેરામણ આપે તે ઉત્કૃષ્ટ સંઘપૂજા થાય. સર્વ સંઘને માત્ર સૂત્ર વગેરે આપે તે જઘન્ય સંઘપૂજા થાય. બાકી રહેલી સવે મધ્યમ સંઘપૂજા જાણવી. તેમાં જેને વધારે ધન ખરચવાની શકિત ન હોય, તેણે પણ ગુરુ મહારાજને સૂત્ર, મુહપત્તિ વગેરે તથા બે–ત્રણ શ્રાવક-શ્રાવિકાઓને સોપારી વગેરે આપીને દરવર્ષે સંઘપૂજા ભકિતથી સાચવવી. દરિદ્રી પુરુષ એટલું કરે, તે પણ તેને ઘણે લાભ. કેમકે-લક્ષ્મી ઘણી છતાં નિયમ આદર, શકિત છતાં ખમવું, યૌવન અવસ્થામાં વ્રત લેવું, અને દરિદ્રી અવસ્થામાં થોડું પણ દાન આપવું” એ ચારે વસ્તુથી બહુ ફળ મળે છે. વસ્તુપાળ મંત્રી વગેરે લેકે તે દરેક ચેમાસામાં સંઘપૂજા કરતા હતા અને ઘણા ધનને વ્યય કરતા હતા, એમ સંભળાય છે. ૬૯૧ દિલ્લીમાં જગસી શેઠને પુત્ર મહણસિંહ શ્રીપાગચ્છાધિપ પૂજ્ય શ્રી દેવચંદ્રસૂરિજીને ભક્ત હતા. તેણે એકજ સંઘપૂજામાં જિનમતધારી સર્વ સંઘને પહેરામણી વગેરે આપીને ચેરાશી હજાર ટંકને વ્યય કર્યો. બીજે જ દિવસે પંડિત દેવમંગળગણિ ત્યાં પધાર્યા. પૂર્વે મહણસિંહ
લાવેલા શ્રીગુરુ મહારાજે તે ગણિજીને મેકલ્યા હતા.