Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
પાછી - જેન લહે નિજ સાંખે; [શ્રા. વિ. ભાઈઓ જે ધર્મથી ભ્રષ્ટ થતા હોય તે, ગમે તે રીતે તેમને ધર્મને વિષે દઢ કરવા. જે તેઓ ધર્મકાર્ય કરવામાં પ્રમાદ કરતા હોય છે, તેમને યાદ કરાવવું અને અનાચારથી નિવારવા પ્રયત્ન કરે. કેમકે –પ્રમાદ કરે તે યાદ કરાવી, અનાચારને વિષે પ્રવૃત્ત થાય તે નિવારવા, ભૂલે તે પ્રેરણા કરવી, અને વારંવાર ચૂકે તે વખતે વખત પ્રેરણા કરવી. તેમજ પિતાના સાધર્મિકેને વાચન, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા વગેરેને વિષે જોગ મળે તેમ જોડવા, અને શ્રેષ્ઠ ધર્માનુષ્ઠાનને વિષે સાધારણ પૌષધશાળા વગેરે કરાવવી. શ્રાવિકાઓનું પણ સાધર્મિક વાત્સલ્ય કરવું
શ્રાવિકાઓનું વાત્સલ્ય પણ શ્રાવકની માફક કરવું. કાંઈ પણ ઓછું વધતું ન કરવું. કેમકે, જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરનારી, ઉત્કૃષ્ટ શીલને પાળનારી, તથા સંતોષવાળી એવી શ્રાવિકાઓ જૈનધર્મને વિષે મનમાં અનુરાગવાળી હોય છે, માટે તેમને સાધર્મિકપણે માનવી. શંકાલેકમાં તથા શાસ્ત્રમાં સ્ત્રીઓ ઘણી પાપી કહેવાય છે, એ તે ભૂમિ વિનાની ઝેરી કેળનું ઝાડ, મેઘ વિનાની વિજળી, જેના ઉપર ઔષધ ચાલતું નથી એવી, કારણ વિનાનું મૃત્યુ, નિમિત્ત વિનાને ઉત્પાત, ફણ વિનાની સર્પિણી અને ગુફા વિનાની વાઘણ સરખી છે. એમને તે પ્રત્યક્ષ રાક્ષસી સમાનજ ગણવી. ગુરુ ઉપરને તથા ભાઈ ઉપરને નેહ તુટવાનું કારણ એજ છે. કેમકે–અસત્ય વચન, સાહસિકપણું, કપટ, મૂર્ખતા, અતિભ, અશુચિપણું