Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
પ૩૪] ત્રિભુવન જન આધાર, ધન્ય, (૨) [શ્રા, વિ. આખા વર્ષમાં તે અઠ્ઠાઈ માસી વગેરે ઘણાં પર્વો છે. આર ભ અને સચિરાહારનો ત્યાગ–પર્વને દિવસે આરંભ સર્વથા વજી ન શકાય તે પણ ચેડામાં છેડે તે વજ અથવા થડા આરંભમાં રહેવું. સચિત્ત આહાર જીવહિંસામય હેવાથી તે કરવામાં ઘણે આરંભ થાય છે. ગાથામાં આરંભ વર્જવાનું કહ્યું છે, પર્વને દિવસે સર્વ સચિત્ત આહાર અવશ્ય વજે એમ સમજવું. માછલીઓ સચિત્ત આહારના નિમિત્તથી સાતમી નરકભૂમિએ જાય છે. માટે સચિત્ત આહાર મનથી પણ ઈચ્છવાયેગ્ય નથી એવું વચન છે. માટે મુખ્ય માગે તે શ્રાવકે હંમેશા સચિત્તઆહાર વર્ષ જ જોઈએ, પણ તેમ ન કરી શકે તે પર્વને દિવસે જરૂર વજે જ જોઈએ. પર્વને દિવસે સ્નાન, માથાના વાળ સમારવા, માથું ગુંથવું, વસ્ત્રાદિ દેવાં કે રંગવાં, ગાડાં, હળ ચલાવવા, ધાન્ય વગેરેના પુરા બાંધવા, ચરખા વગેરે યંત્ર-કારખાના ચલાવવાં, દળવું, ખાંડવું, પીસવું, પાન ફૂલ–ફળ વગેરે તેડવાં, સચિત્ત ખડી, રમચી આદિ વાટવી, ધાન્ય આદિ લણવા, લીંપવું, માટી વગેરે ખેદી, ઘર વગેરે બનાવવું ઈત્યાદિ સર્વ આરંભ યથાશક્તિ વર્જવા. પિતાના કુંટુંબને નિર્વાહ આરંભ વિના કરી ન શકે તે કેટલેક આરભ તે ગૃહસ્થ કરે પડે, પણ સચિત્ત ત્યાગ કરે પિતાના હાથમાં હોવાથી અને સહજમાં કરી શકાય તેમ હોવાથી તે અવશ્ય કરે. ઘણી માંદગી વગેરે કારણથી સર્વ સચિત્ત આહારનો ત્યાગ કરી ન શકાય, તે એક બે આદિ સચિત્ત વસ્તુ નામ લઈને છૂટ રાખી બાકીની સર્વ સચિત્ત વસ્તુને નિયમ કરે.