Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૫. કJ પગ પગ વ્રત દૂષણ પરિહરતા, [1. જઈ ઈરિયાવહી પડિક્કમી દેવ વાંદી વાંદણ દઈ તિવિહારનું અથવા ચઉવિહારનું પચ્ચક્ખાણ કરે.
જો શરીરચિંતા કરવી હોય તે વર કહી સાધુની માફક ઉપગ રાખ. જીવ રહિત શુદ્ધ ભૂમિએ જઈ વિધિ માફક મળમૂત્રને ત્યાગ કરી, શુદ્ધતા કરી પૌષધશાળાએ આવે. પછી ઈરિયાવહી પડિકકમી એક ખમાસમણ દઈ કહે કે, इच्छा कारेण संदिसह भगवन् गमणागमण आलोउ" પછી “જી” પછી માવતર કરી વસતિ થકી પશ્ચિમ તથા દક્ષિણ દિશાએ જઈ દિશાઓ જોઈને અજુદ એમ કહી સંડાસગ અને ધૈડિલ પ્રમાજીને વડીનીતિ તથા લઘુનીતિ વોસિરાવે. તે પછી નહિં કહીને પૌષધશાળામાં જાય અને સાત જેક વિધ જ વિહિ તા મિચ્છામિ દુલહું એમ કહે. પછી પાછલે પહેર થાય ત્યાં સુધી સજઝાય કરે. ખમાસમણ દઈ પડિલેહણને આદેશ માગે, બીજુ ખમાસમણ દઈ પૌષધશાળા પ્રમાર્જવાને આદેશ માગે. પછી શ્રાવકે મુહપત્તિ, પુંછણું, પહેરવાનું વસ્ત્ર પડિલેહવું અને શ્રાવિકાએ મુહપત્તિ, પુછાણું, ચણિયે, કાંચળી અને ઓઢેલું વસ્ત્ર પડિલેહવું. પછી સ્થાપનાચાર્યની પડિલેહણા કરી પૌષધશાળા પ્રમાઈને એક ખમાસમણ દઈ ઉપાધિ મુહપત્તિનું પડિલેહણ કરી એક ખમાસમણ દઈ મંડળીમાં ઢીંચણ ઉપર બેસી સજઝાય કરે. પછી વાંદણા દઈને પચ્ચક્ખાણ કરે. બે ખમાસમણ દઈ ઉપાધિ પડિલેડવા આદેશ માગી વસ્ત્ર, કાંબળી વગેરે પડિલેહીને જે ઉપવાસ કર્યો હોય તે સર્વ ઉપધિને છેડે પહેરવાનું વસ્ત્ર પડિલેહે. શ્રાવિકા તે પ્રભાતની માફક ઉપધિનું પડિ