Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૧૪૬ વરતે શુભ અભ્યાસે ધન્ય (૫) શ્રિા. વિ. અને શેષનાગ એમણે પકડી રાખી છે, તે પણ ચલે છે, પરંતુ શુદ્ધ અંતઃકરણવાળા પુરુષોનું અંગીકાર કરેલું વત પ્રલય થાય તો પણ ચલે નહીં.
પછી દેવતાએ પ્રસન્ન થઈ ધનેશ્વર શેઠને કહ્યું “હું સંતેષ પામ્યો છું, તું વાંછિત વર માગ.” એમ કહ્યું તે પણ શેઠે પિતાનું ધર્મધ્યાન છેડયું નહીં. તેથી અતિશય પ્રસન્ન થયેલા દેવતાએ શેઠના ઘરમાં ક્રોડે સેનૈયાની અને રત્નની વૃષ્ટિ કરી. તે મહિમા જોઈ ઘણું લોકે પર્વની આરાધનાને વિષે આદરવંત થયા. તેમાં પણ રાજાને ઘેબી, ઘાંચી, અને એક કૌટુંબિક (ખેડૂત નેકર) એ ત્રણે જણ જે કે રાજાની પ્રસન્નતા મેળવવા ઉપર એમણે ઘણું ધ્યાન આપવું પડતું હતું, તે પણ છએ જેને વિષે પોતપોતાને ધધ તેઓ બંધ રાખતા હતા. ધનેશ્વર શેઠ પણ નવા સાધમી જાણે તેમને પારણાને દિવસે સાથે જમાડી, પહેરામણ આપી જોઈએ તેટલું ધન વગેરે આપી તેમને ઘણે આદર-સત્કાર કરતે હતે. કહ્યું છે કે-સુશ્રાવક સાધર્મનું જેવું વાત્સલ્ય કરે છે, તેવું વાત્સલ્ય માતા, પિતા અથવા બાંધવજને પણ કોઈ કાળે કરી ન શકે.
આ રીતે શેઠને ઘણે સહવાસ થવાથી તે ત્રણે જણ સમ્યક્ત્વધારી થયા કહ્યું છે કે-જેમ મેરૂપર્વતે વળગી રહેલું તૃણુ પણ સુવર્ણ બની જાય છે, તેમ સપુરુષને સમાગમ કુશીલિયાને પણ સુશીલ કરે છે એક દિવસે કૌમુદી મહોત્સવ થવાને હતો, તેથી રાજાના લેકે એ “આજે ધોઈને લાવ” એમ કહી ચતુર્દશીને દિવસે રાજાનાં અને રાણીનાં