Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૫. શ્રી દુષમ કાલે પણ ગુણવંતા, [૫૪૫ હતું, અને “ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા તથા પૂર્ણિમા એ તિથિઓને વિષે પરિપૂર્ણ પૌષધ કરનારે હત” આ રીતે ભગવતીસૂત્રમાં તુંગકા નગરીના શ્રાવકના વર્ણનને પ્રસંગે કહ્યું છે, તે પ્રમાણે દર માસે છ પર્વતિથિઓને વિષે પૌષધ વગેરે યથાવિધિ કરતે હતે. એક વખતે ધનેશ્વર શ્રેષ્ઠી અષ્ટમીને પૌષધ કરેલ હોવાથી રાત્રિએ શૂન્ય ઘરમાં પ્રતિમા અંગીકાર કરીને રહ્યા, ત્યારે સૌધર્મેદ્ર તેની ધર્મની દૃઢતાની ઘણી પ્રશંસા કરી. તે સાંભળી કોઈ મિથ્યાદષ્ટિ દેવતા તેની પરીક્ષા કરવા આવ્યા પહેલાં તેણે શેઠના દસ્તનું રૂપ પ્રકટ કરી “કોડે સેનૈિયાનો નિધિ છે, તમે આજ્ઞા કરો તે તે હું લઉં.” એમ ઘણી વિનંતિ કરી.
પછી તે દેવતાએ શેઠની સ્ત્રીનું રૂપ પ્રકટ કર્યું અને આલિંગન વગેરે કરીને તેની (શેઠની) ઘણી કદર્થના કરી. તે પછી મધ્ય રાત્રિ હોવા છતાં પ્રભાતકાળને સૂર્યનો ઉદય તથા સૂર્યનાં કિરણ વિકુવીને તે દેવતાએ શેઠનાં સી, પુત્ર વગેરેનાં રૂપ પ્રકટ કરી શેઠને પૌષધનું પારણું કરવાને માટે ઘણી વાર પ્રાર્થના કરી. એવા ઘણુ અનુકૂળ ઉપસર્ગ કર્યા, તે પણ સક્ઝાય ગણવાને અનુસારે મધરાત્રિ છે. એમ શેઠ જાણતા હતા, તેથી તિલમાત્ર પણ ભ્રમમાં પડ્યા નહીં. તે જોઈ દેવતાએ પિશાચનું રૂપ લીધું, અને ચામડી ઉખેડવી, તાડના કરવી, ઉછાળવું, શિલા ઉપર પછાડવું, સમુદ્રમાં ફેકી દેવું, વગેરે પ્રાણતિક પ્રતિફળ ઉપસર્ગ કર્યા તે પણ શેઠ ધર્મધ્યાનથી ચલિત થયા નહીં. કહ્યું છે કે આ પૃથ્વીને દિશાઓના હસ્તી, કાચબો, કુલપર્વત શ્રા. ૩૫