Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૫. કુ] તસ સોભાગ સકલ મુખ એકે, પિટ થયું હતું, તેની પાસે બીજા ત્રણે દેવતાઓએ પિતાના ચ્યવનને અવસરે કબૂલ કરાવ્યું હતું કે “ત્યારે પૂર્વભવની માફક આવતે ભવે પણ અમને પ્રતિબંધ કર.”
પછી તે ત્રણ જણ દેવકથી જુદા જુદા રાજકુળને વિષે અવતર્યા. અનુકમે યુવાન અવસ્થા પામી હેટા દેશના અધિપતિ થઈ, ધીર, વીર અને હીર એવા નામે જગતમાં પ્રસિદ્ધ થયા. તેમાં ધીર રાજાના નગરમાં એક શેઠને પર્વને દિવસે સદા કાળ પરિપૂર્ણ લાભ થતું હતું, પરંતુ અન્ય દિવસોએ હાનિ પણ બહુ થતી હતી. તેણે એક વખતે જ્ઞાનીને આ વાત પૂછી, જ્ઞાનીએ કહ્યું, “તે પૂર્વભવને વિષે દરિદ્રાવસ્થામાં સ્વીકારેલા નિયમને દઢપણે વળગી રહી યથાશક્તિ પર્વ દિવસ સમ્યફ પ્રકારે પાળ્યા, પરંતુ એક વખતે ધર્મ સામગ્રીને જેમ છતાં પણ તું ધર્માનુષ્ઠાન કરવામાં આલસ્ય વગેરે દોષથી પ્રમાદી થયે. તેથી આ ભવને વિષે તને આ રીતે લાભ-હાનિ થાય છે. વળી કહ્યું છે કે ધર્મને વિષે પ્રમાદ કરનારો માણસ જે કાંઇ પિતાનું નુકશાન કરી લે છે. તે ચેરના લુંટવાથી, અગ્નિના બાળવાથી, અથવા જુગટામાં હાર ખાવાથી પણું થતું નથી. જ્ઞાનીનું એવું વચન સાંભળી તે શઠ પિતાના કુટુંબ સહિત હંમેશાં ધર્મકૃત્યને વિષે સાવધાન રહ્યો, અને પિતાની સર્વ શક્તિથી સર્વ પર્વોની આરાધના કરવા લાગે, અને ઘણા જ ડે અથવા થોડો આરંભ કરી તથા વ્યવહારશુદ્ધિ બરાબર સાચવીને વ્યાપાર વગેરે બીજ આદિ પર્વને દિવસે જ કરતા હતા, પરંતુ બીજે વખતે નહીં. તેથી