Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨. કુ) વવ્યભાવ સુધા જે ભાષે. પિર
પ્રશ્ન – હે ભગવન! બીજ વગેરે પૂર્વ તિથિઓને વિષે કરેલું ધમનુષ્ઠાન શું ફળ આપે છે?
ઉત્તર –હે ગૌતમ! બહુ ફળ થાય છે. કેમ કે, પાયે આ પર્વતિથિઓને વિષે પરભવનું આયુષ્ય બંધાય છે, માટે એ પર્વને વિષે જાતજાતની તપસ્યા તથા ધર્માનુષ્ઠાન કરવાં કે જેથી શુભ આયુષ્ય ઉપાર્જન કરાય. પ્રથમથી જ આયુષ્ય બંધાએલું હોય તે પાછળથી ઘણુંએ ધર્માનુષ્ઠાન કરવાથી પણ ટળતું નથી. જેમ પૂર્વે શ્રેણિક રાજાએ ગર્ભવતી હરણને હણી, તેને ગર્ભ જુદો પાડી પોતાના ખભા તરફ દષ્ટિ કરતાં નરક ગતિનું આયુષ્ય ઉપાયું, પાછળથી તેને ક્ષાયિક સમ્યક્ત્વ થયું, તે પણ તે આયુષ્ય ટળ્યું નહીં.
અન્યદર્શનમાં પણ પર્વતિથિએ તેલ ચોપડીને ન્હાવું, મૈથુન વગેરે કરવાની ના કહી છે. વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે હે રાજેન્દ્ર ! ચૌદશ, આઠમ, અમાસ, પુનમ અને સૂર્યની સંક્રાંતિ એટલાં પર્વ કહેવાય છે. જે પુરુષ આ પર્વોને વિષે અભંગ કરે, સ્ત્રી ભેગવે અને માંસ ખાય તે પુરુષ મરણ પામીને વિમુત્રભેજન નામે નરકે જાય. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે- તુને વિષેજ સ્ત્રીસંભંગ કરનારે અને અમાવાસ્યા, અષ્ટમી, પૂર્ણિમા અને ચતુદશી એ તિથિએને વિષે સંગ ન કરનાર બ્રાહ્મણ હંમેશા બ્રહ્મચારી કહેવાય છે, માટે પર્વ આવે તે વખતે પિતાની સર્વ શક્તિ વડે ધર્મા ચરણને સારું યત્ન કરો. અવસરે ડું પણ પાન-ભેજન કરવાથી જેમ વિશેષ ગુણ થાય છે, તેમ અવસરે થોડું પણ ધર્માનુષ્ઠાન કરવાથી ઘણું ફળ મળે છે. વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે