Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કૃ] તુજ વિના મેં બહુ દુઃખ લહ્યા, [૪૮૭ નહીં, ધર્મની હીલના પણ ન કરાવવી, પિતાનું મન નિર્દય ન રાખવું. ભેજનને અવસરે દ્વાર બંધ કરવું વગેરે એ
હેટા અથવા દયાળુ પુરુષનું લક્ષણ નથી. સાંભળ્યું છે કે ચિત્રકૂટને વિષે ચિત્રાંગદ રાજા હતે. તેના ઉપર ચઢાઈ કરનાર શત્રની સેનાએ ચિત્રકૂટ ગઢને ઘેરી નાંખ્યો. શત્રઓની અંદર પેસવાની ઘણું ધાસ્તી હોવા છતાં પણ ચિત્રાંગદ રાજા દરરોજ ભોજનને વખતે પળને દરવાજે ઉઘડાવતે હતે. તે મર્મની વાત ગણિકાએ જાહેર કરવાથી શત્રુઓએ ગઢ તાબામાં લીધે. શત્રને ભય છતાં રાજાએ નિયમ ન છેડ–એવી રીત છે, માટે શ્રાવકે અને તેમાં પણ
દિવંત શ્રાવકે ભોજનને વખતે દ્વાર બંધ કરવા નહી, કેમકે કોણ પોતાનું ઉદર-પોષણ કરતું નથી ? પરંતુ ઘણા જીવને નિર્વાહ ચલાવે તેની જ પુરુષમાં ગણત્રી છે. માટે ભોજન વખતે આવેલા પોતાના બાંધવ આદિને જરૂર જમાડવા. ભોજનને વખતે આવેલા મુનિરાજને ભક્તિથી, યાચકને શક્તિના અનુસાર અને દુખી જીવને અનુકંપાથી યથાયોગ્ય સંતુષ્ટ કર્યા પછી જ મોટા પુરુષોને ભોજન કરવું ઉચિત છે. આગમમાં પણ કહ્યું છે કે-સુશ્રાવક ભજન કરતાં દ્વાર બંધ કરે નહીં. કેમકે જિતેંદ્રોએ શ્રાવકને અનુકંપાદાનની મનાઈ કરી નથી. શ્રાવકે ભયંકર ભવસમુદ્રમાં જીવેને સમુદાય દુઃખથી હેરાન થએલે જોઈ નાતજાતનો અથવા ધર્મને મનમાં તફાવત ન રાખતાં દ્રવ્ય, અન્નાદિક દઈને તથા ભાવથી સન્માર્ગે લગાડીને યથાશક્તિ અનુકંપા કરવી. એવું શ્રી ભગવતી આદિ સૂત્રોમાં