Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
•
શકું.] ભાગપતજી ઉપર બેઠા, [૫૭૧ છે. ત્યારે તેને ઉપર કહેલી વેદનાથી લક્ષગણી અથવા ક્રોડાક્રોડગણી વેદના થાય છે. બંદીખાનામાં અટકાવ, વધ, અધન, રોગ, ધનનો નાશ, મરણ, આપદા, મનમાં સ'તાપ, અપયશ, નિંદા એવાં દુઃખ મનુષ્ય ભવમાં ઘણા છે. કેટલાક જીવા મનુષ્ય ભવ પામીને પણ માઠી ચિંતા, સંતાપ, દારિદ્ર અને રોગ એથી ઘણા ઉદ્વેગ પામીને મરી જાય છે. દેવ ભવમાં પણ ચ્યવન, પરાભવ, અદેખાઈ વગેરે છે જ. વળી કહ્યુ છે કે અદેખાઈ, ખેદ, મદ, અહંકાર, ક્રોધ; માયા, લાભ વગેરે દોષથી દેવતાઓ પણ લપટાણા છે; તેથી તેમને સુખ કયાંથી હાય ? ધના મનોરથા આ રીતે ભાવવા :—શ્રાવકના ઘરમાં જ્ઞાન-દર્શનધારી દાસ થવું સારું, પણ મિથ્યાત્વથી ભરેલી બુદ્ધિવાળા ચક્રષતી થવું સારૂ નથી. હું સ્વજનાદિકના સંગ મૂકી કયારે ગોતા અને સંવેગી એવા ગુરુમહારાજના ચરણકમળ પાસે દીક્ષા લઈશ ? હું તપસ્યાથી દુબળ શરીરવાળા થઇ કયારે ભયથી અથવા ધારઉપસર્ગ થી ન ડરતાં સ્મશાન વગેરેને વિષે કાઉસ્સગ્ગ કરી ઉત્તમપુરુષોની કરણી કરીશ ? તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિ-વિરચિત શ્રાદ્ વિધિપ્રકરણ’ની‘શ્રદ્ધવિધિ કૌમુદી' ટીકામાંદ્વિતીય રાત્રિકૃત્ય વિધિના ગુજરાતીમાં અનુવાદ આગમા દ્વારક આચાય શ્રી આન...દસાગરસુરીશ્ર્વરજી મ. સા. ના પ્રશિષ્ય આચાય શ્રી દનસાગર સૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક ગણિવ શ્રી મહાશયસાગરજી મ. સા. દ્વારા પૂર્ણ થયે