Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૪૯૪] અવર ન વાંછિએ કાંઈ રે ! વામો (૧૧૮) [શ્રા. વિ. પરિમિત પીવું તે જ હિતકારી છે. ભેાન કરી રહ્યા પછી ભીને હાથે બે ગાલને, ડાબા હાથને અથવા નેત્રોને સ્પ ન કરવા. પરંતુ કલ્યાણને માટે બે ઢીંચણને હાથ લગાડવા. ભાજન પછીના કૃત્યાકૃત્ય-બુદ્ધિશાળી પુરુષે ભેાજન કરી રહ્યા પછી કેટલીકવાર સુધી શરીરનું મન, મળમૂત્રને ત્યાગ, ભાર ઉપાડવા, બેસી રહેવુ', ન્હાવુ' વગેરે કરવુ નહીં. ભાજન કર્યા પછી તુરત બેસી રહે તે પેટ મેથી જાડુ થાય, ચત સૂઈ રહે તે ખળની વૃદ્ધિ થાય; ડામે પાસે સુઈ રહે તે આયુષ્ય વધે, અને દોડે તા મૃત્યુ સામું આવે. ભોજન કરી રહ્યા પછી તુરત એ ઘડી ડાળે પાસે સૂઈ રહેવું; પણ ઉ'ધવુ' નહીં અથવા સે। પગલાં ચાલવું. આ રીતે ભોજનને લોકિકવિધિ કહ્યો છે. સિદ્ધાંતમાં કહેલા વિધિ નીચે પ્રમાણે જાણવા
સુશ્રાવક નિરવદ્ય, નિર્જીવ અને પરિમિત એવા આહારવડે આત્માના નિર્વાહ કરનારા હેાય છે. એ આહાર કરતાં સર સર' ચમ ચમ’ શબ્દો ન થાય એવી રીતે તથા નીચે ખાતાં ખાતાં દાણા કે છાંટા ન પડે તેમ; મન, વચન અને કાયાની ગુપ્તિક સાધુની જેમ ઉપયેાગપૂર્ણાંક સાદડીના પ્રતર ખાલે તેમ ધીમે અથવા સિંહની જેમ ઉતાવળથી નહીં. આ પ્રમાણે એકલા અથવા અનેકની સાથે ધૂમ્ર અને ઈંગાલ દોષો ન લાગે તેમ આહાર કરે.
જેમ ગાડી ખેડવાનાકામમાં જવાથી લેપની યુક્તિ હાય છે. તે પ્રમાણે સંયમરૂપ રથ ચલાવવાને માટે સાધુઓને આહાર કહ્યો છે. અન્ય ગૃહસ્થાએ પોતાને અર્થે કરેલુ