Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
પર૨] " વિના સીધરે (શ્રા. વિ. રાત્રે એક સિંહે વાનર ઉપર હુમલો કર્યો. વાનર વ્રતને સંભાળી ડગલું પણ ખચ્ચે નહીં. સિંહે વાનરને ફાડી નાંખે. વાનરે મન સ્થિર રાખ્યું અને ધર્મધ્યાનમાં મૃત્યુ પામી ભવનપતિમાં હજારો વર્ષના આયુષ્યવાળો દેવ થયે
દેવલેકનું આયુષ્ય પૂર્ણ કરી વાનરને જીવ મણિ મંદિર નામે નગરમાં મણિશેખર રાજાની પટરાણી મણુમાલાની કુખે જન્મે. તેનું નામ અરૂણદેવ રાખ્યું. તેણે પ્રજ્ઞપ્તિ વિગેરે હજારે વિદ્યાઓ મેળવી અને સમય જતાં ચકવતિ રાજા થયે. એક વખત રથયાત્રાના ઉત્સવમાં સાધુસમુદાય મણિમંદિરનગરમાં પધાર્યા. આ સાધુસમુદાયમાં અગ્રેસર શ્રી પ્રભસૂરિની પાસે એક વૃદ્ધ સાધુ ઉભા હતા. આ સાધુને જોતાં ચક્કર આવ્યા અને મૂચ્છ ખાઈને જમીન ઉપર ઢળી પડે. શુદ્ધિ આવતાં તેમણે સૌ પ્રથમ તે વૃદ્ધ, મુનિને વાંધા. આચાર્યને બદલે વૃદ્ધ સાધુને વાંદતા લેકને નવાઈ લાગી તેથી રાજાએ પોતાને પૂર્વભવ વાનરપણાને કહી બતાવ્યું અને જણાવ્યું કે “આ મારો પરમ ઉપકારી, છે.” આચાર્યે કહ્યું, રાજન ! તિર્યચપણામાં પણ તમે ધર્મ કરી આવી રાજ્યઋદ્ધિ પામ્યાં તે માનવ ધર્મમાં શુદ્ધ રીતે ધમકરો તે જગતની કેઈપણ વસ્તુ મેળવી શકાય. રાજા પ્રતિબંધ પામ્યો. તેમણે આચાર્ય પાસે દીક્ષા લીધી અને ઉગ્ર તપશ્ચર્યા આરંભી. અરૂણદેવરાજર્ષિ લક્ષ્મીદેવી દ્વારા. અનુકૂળ તેમજ પ્રતિકૂળ ઉપસર્ગો સહન કર્યા. તે ભવમાં ઉગ્રતપશ્ચર્યા કરી. નિરતિચાર ચારિત્ર પાળી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. આયુષ્ય પૂર્ણ કરી દસમાં દેવલેકે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહે તીર્થકર થઈમેક્ષે જશે.