Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
રા. કૃ] નિજ નાદ તર્જિત મેઘ ગર્જિત, પિર૩
તેમજ ચાર શરણાં અંગીકાર કરવાં. સર્વે જીવરાશિને ખમાવવા, અઢારે પાપસ્થાનકને ત્યાગ કરે. પાપની નિંદા કરવી. પુણ્યની અનુમોદના કરવી. પહેલાં નવકાર ગણી– જઈ એ હજજ પમાઓ.ઈમરૂ દેહસ્સ ઈમારયણીએ આહાર મુવહિ દેહં સવૅ તિવિહેણ સરિએ
આ ગાથાવડે ત્રણ વાર સાગારી અનશન કરવું અને સૂતી વખતે નવકાર ચિંતવવે. એકાંત શાને વિષેજ સૂવું, પણ જ્યાં સ્ત્રી વગેરે સંસર્ગ હોય ત્યાં ન સૂવું. કેમકે, વિષયસેવનને અભ્યાસ અનાદિકાળને છે, અને વેદને ઉદય ખમે બહુમુશ્કેલ છે, તેથી કદાચ કામવાસનાથી જીવ પીડાય; કેમ કે-જેમ લાખની વસ્તુ અગ્નિની પાસે મૂકતાં તુરત પીગળી જાય છે, તેમ ધીર અને દુર્બળ શરીરવાળા પુરુષ સ્ત્રી પાસે હોય તે પીગળી જાય છે. પુરુષ મનમાં જે વાસના રાખીને સૂઈ જાય છે. તે જ વાસનામાં તે પાછે જાગૃત. થાય ત્યાં સુધી રહે છે–એવું ડાહ્યા પુરુષનું કહેવું છે,
માટે મેહને સર્વથા ત્યાગ કરીને વૈરાગ્ય વગેરેની ભાવના ભાવતાં ઊંઘ લેવી. તેમ કરવાથી છેટું સ્વપ્ન અથવા દુઃસ્વપ્ન આવતું નથી ધર્મની બાબતનાં જ સારાં સ્વપ્ન આવે છે. બીજુ સૂતી વખતે શુભ ભાવના ભાવે તે, સૂતો માણસ પરાધીન હોવાથી, આપદા ઘણહેવાથી, આયુષ્ય સોપકમી હોવાથી તથા કર્મગતિ વિચિત્ર હોવાથી કદાચ. મરણ પામે તે પણ તેની શુભગતિ જ થાય. કેમકે છેવટે જેવી મતિ, તેવી ગતિ થાય” એવું શાસ્ત્રવચન છે. અહિં વિનયરન અને પિસાતી ઉદાયન રાજાનું દૃષ્ટાંત જાણવું.