Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨. ક. કિજીએ સાર સેવક તણી, પિ૦૫
ચેમાસી પૂનમે અને સંવત્સરી પાંચમે પૂર્વે કરતા હતા, પણ હાલના વખતમાં શ્રી કાલિકાચાર્યની આચરણાથી ચોમાસી ચૌદશે અને સંવત્સરી ચેાથે કરાય છે, એ વાત સર્વ સંમત હોવાથી પ્રામાણિક છે. શ્રી કલ્પભાષ્ય આદિ ગ્રંથમાં કહ્યું છે કે-કઈ પણ ગીતાર્થ આચાયે કોઈ પણ વખતે મનમાં શઠતાં ન રાખતાં જે કાંઈ નિરવા આચરણ કર્યું હોય અને અન્ય આચાર્યોએ તેને જે પ્રતિષેધ ન કર્યો હોય તે બહુમતી આચરિત જ સમજવું. તીર્થોદ્ગાર નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે- શાલિવાહન રાજાએ સંઘના આદેશથી શ્રીકાલિકાચાર્ય પાસે ચૌદશને દિવસે માસી અને ચોથને દિવસે સંવત્સરી કરી. વીર સંવત નવસે ત્રાણુંમા વર્ષે ચતુર્વિધ શ્રી સંઘ ચૌદશને દિવસે માસી પ્રતિક્રમણ કર્યું. તે આચરણ પ્રમાણભૂત છે. આ વિષયમાં અધિક ચર્ચા જેવી હોય તે પૂજ્ય શ્રી કુલમંડનસૂરિએ કરેલો વિચારામૃત સંગ્રહ નામને ગ્રંથ જેવો. [ક ચૌદસ-પૂનમ, ચૌદસ-અમાસ અને ભાદરવા સુદ ૪ અને ૫ આ જોડ્યા પર્વો છે. આમાં બને દિવસોની આરાધના કરવાની હોય. હાલમાં અમુક વર્ગ બંનેતિથિને સમાવેશ એક જ વાર અને તારીખમાં કરી દે છે એટલે કે સવારે તિથિ જુદી અને સાંજે તિથિ જુદી. કયારેક સવારે કાસુ. ૧૫ કરે, પટે દર્શન કરવા જાય. બપોરે ચૌમાસીદેવ વાંદે અને સાંજે ચૌમાસી પ્રતિક્રમણ કરે. ભા. સુ. ૪ અને ૫ માં પણ આવી હાલત કરી. જેના પરિણામે સંવત્સરી જેવા મહાપર્વની આરાધના કઈ વર્ષે આગળ તે કોઈ વર્ષે પાછળ. કર્મગ્રંથમાં બતાવ્યું