Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૫૮] રાખીએ એહ મનમાંહિ રે [શ્રા. વિ. અથવા ચરવળ તથા મુહપત્તિ હાથમાં રાખી ઘોડગ વગેરે દેષ ટાળી કાઉસગ કરે. તે વખતે પહેરેલ ચાળ પટ્ટો -નાભિથી નીચે અને ઢીંચણથી ચાર આંગળ ઊંચો હોવો જોઈએ (૩-૪) કાઉસ્સગ કરતાં મનમાં દિવસે કરેલા અતિચાર અનુક્રમે ચિંતવવા. પછી કાઉસ્સગ પારી લોગસ્સા કહેવો. (૫) સંડાસક પૂજી નીચે બેસી પરસ્પર ન લાગે તેમ લાંબી બે ભૂજાઓ કરી મુહપત્તિની તથા કાયાની ૨૫૨૫ પડિલેહણ કરવી. ઉઠી, ઉભા રહી વિનયથી વિધિપૂર્વક ગુરુને વંદના કરવી. તેમાં ૩૨ દેષ ટાળવા અને ૨૫ આવશ્યકની વિશુદ્ધિ સાચવવી. પછી સમ્યક્ પ્રકારે શરીર નમાવી, બે હાથમાં યથાવિધિ મુહપત્તિ અને રજોહણ અથવા ચરવળો લઈ ગુરુ આગળ અનુક્રમે પ્રકટપણે અતિચાર ચિંતવવા. (૬-૭-૮) પછી નીચે બેસી સામાયિક વગેરે સૂત્ર ચેતનાથી કહે. તે પછી ઉઠીને અભુદિએલ્ડિ વગેરે પાઠ વિધિ પૂર્વક કહે. (૯) પછી વાંદણાં દઈ પાંચ આદિ સાધુઓ હોય તે ત્રણ સાધુને ખમાવે પછી વાંદણ દઈ આયરિએ પાઠ કહે. (૧૦) આ રીતે સામાયિકસૂત્ર તથા કાર્યોત્સર્ગ સૂત્રને પાઠ કહી, પછી ચારિત્રાચારની શુદ્ધિને અર્થે કાઉસ્સગ કરી બે લેગસ્સ ચિંતવવા. (૧૧) પછી યથાવિધિ કાઉસ્સગ્ગ પારીને સમ્યક્ત્વની શુદ્ધિને અર્થે પ્રગટલેગસ્સ કહે તેમજ સર્વલેકને વિષે રહેલાં અરિહંત ચિત્યોની આરાધનાને માટે કાઉસ્સગ કરી તેમાં એક લેગસ્સ ચિંતવે, અને તેથી શુદ્ધ સમ્યક્ત્વધારી થઈને કાઉસ્સગ પારે તે પછી મૃતશુદ્ધિને માટે પુફખરવરદી કહે. (૧૨-૧૩) પછી પચીશ ઉછૂવાસને કાઉસ્સગ કરે અને