Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
શકું] દાસનાં ભવ દુઃખ વારીએ, [૫૯ યથાવિધિ પારે. તે પછી સકળ શુભ ક્રિયાનાં ફળ પામેલા એવા સિદ્ધ પરમાત્માને સ્તવ કહે. (૧૪) પછી શ્રુતસમૃદ્ધિને અર્થે શ્રુતદેવીના કાઉસ્સગ્ગ કરે, અને તેમાં નવકાર ચિંતવે. તે પછી શ્રુતદેવીની થઈ સાંભળે અથવા પાતે કહે. (૧૫) એજ રીતે ક્ષેત્રદેવતાના કાઉસગ્ગ કરી તેની થઈ સાંભળે અથવા પાતે કહે, પછી પંચમંગળ કહી સડાસા પ્રમાઈને નીચે બેસે. (૧૬) પછી પૂર્વોક્ત વિધિએ જ મુહુપત્તિ ડિલેહી ગુરુને વાંદણા દેવાં. પછી ઈચ્છામે અણુસિદ્ધ્ કહી ઢીંચણુ ઉપર બેસવું. ગુરુ સ્તુતિ કહી “નમેાસ્તુ વમાનાય” ઉચ્ચ સ્વરે કહે પછી નમાત્થણું કહી પ્રાયશ્ચિત્તને માટે કાઉસ્સગ્ગ કરવા (૧૭–૧૮) રાઈય પ્રતિક્રમણના વિધિ-એ પ્રમાણે જ પણ એટલે જ વિશેષ છે કે- પ્રથમ મિચ્છા મિ દુક્કડ વ્રુઈને પછી શક્રસ્તવ કહેવુ. (૧૯) ઉઠીને યથાવિધિ કાઉસ્સગ્ગ કરે અને તેમાં લેગસ ચિ'તવે તથા દશ નશુદ્ધિને માટે બીજો કાઉસ્સગ્ગ કરી તેમાં પણ લાગમ્સ જ ચિંતવે (૨૦) ત્રીજા કાઉસ્સગ્ગમાં રાત્રિએ થએલા અતિચાર અનુક્રમે ચિંતવે અને પછી પારે. તે પછી સિદ્ધસ્તવ કહી સ`ડાસા પ્રમાઈને બેસે. (૨૧) પૂર્વીની જેમ મુહપત્તિની પડિલેહણા, વંદના તથા લેગસ્સ સૂત્રના પાઠ સુધી કરવું તે પછી વંદના, ખામણાં, પછી વના કરી આયરિય કહી કાઉસ્સગ્ગ કરવો. (૨૨) તેમાં ચિતવે કે—જેથી મ્હારા સયમયાગની હાનિ ન થાય તે તપસ્યાને હું' અંગીકાર કરૂ.. પહેલાં છમાસી તપ કરવાની તા મ્હારામાં શક્તિ નથી. (૨૩) છમાસીમાં એક દિવસ