Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૫૧૮] એહ તુજ આગલે દેવરે. સ્વામી (૧૨) [શ્રા. વિ. પણ કહ્યું છે કે-હે ધર્મરાજ! એક રાત્રિ સુધી બ્રહ્મચર્ય પાળનાર બ્રહ્મચારીને જે શુભગતિ થાય છે, તે શુભગતિ હજારે યજ્ઞ કરવાથી પણ થાય કે નહી? તે માટે શંકા રહે છે. ગાથામાં “નિ એ વિશેષ્ય છે, અને અપુએ નિદ્રાનું વિશેષણ છે. તથા એ ન્યાય છે કે, કેઈપણ વિધિ અથવા નિષેધ વિશેષણ સહિતના હોય તે તે વિધિ અથવા નિષેધ પિતાને સંબંધ વિશેષણની સાથે રાખે છે.” તેથી ઊંઘ લેવી હોય તે બેડી લેવી” એમ કહેવાને ઉદ્દેશ છે, પણ ઊંઘ લેવી એમ કહેવાને ઉદ્દેશ નથી કારણ કે દર્શનાવરણીય કર્મને ઉદય થવાથી ઊંઘ એની મેળે આવે છે માટે ઊંઘલેવાની વિધિ શાસ્ત્ર શું કરવા કહે? જે વસ્તુ બીજે કઈ પ્રકારે મળતી નથી, તેને વિધિ શાસ્ત્ર કહે છે. એવો નિયમ છે. બહુ નિદ્રા લેનાર માણસ આ ભવથી તથા પરભવથી પણ ભ્રષ્ટ થાય છે. ચેર, વૈરી, ધૂતારા, દુર્જન વગેરે લેકે પણ સહજમાં તેની ઉપર હુમલે કરી શકે છે. થોડી ઊંઘ લેવી એ મહાપુરુષનું લક્ષણ છે. આગમમાં કહ્યું છે કે- જે પુરુષ અલ્પાહારી, અલ્પ વચની, અલ્પનિદ્રા લેનાર તથા ઉપધિ અને ઉપકરણ પણ અભ્યરાખનારે હોય છે, તેને દેવતા પણ પ્રણામ કરે છે. નીતિશાસ્ત્રાદિકમાં નિદ્રાવિધિ નીચે પ્રમાણે કહી છે. નિદ્રાની વિધિ-જીથી ભરેલે, ટૂંકે, ભાગેલે, મેલે, પડપાયાવાળે, તથા બળેલા બાળવાનાલાકડાથી બનાવેલે એ ખાટલે સૂવાના કામમાં વાપરે નહીં. સૂવાના તથા બેસવાના કામમાં ચાર સુધી જેડેલાં લાકડાં હોય તે સારાં. પાંચ આદિ લાકડાને યોગ સુનાર ધણીને તથા તેના કુળને નાશ કરે