Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
કીજિએ જતન જિન એ વિના,
[૪૯૩,
દિ મૂ] ઇન્દ્રિયની શક્તિ ઓછી કરે, અતિશય ખારૂં અન્ન નેત્રોને વિકાર કરે; અને અતિશય ચીકણુ' અન્ન ગ્રહણીને (કોઠામાંની છઠ્ઠી કોથળીને) બગાડે. કડવા અને તીખા આહારથી કફના, તરા અને મીઠા આહારથી પિત્તના, સ્નિગ્ધ અને ઉષ્ણ આહારથી વાયુને અને ઉપવાસથી માકીના રાગેાના નાશ કરવા. જે પુરુષ શાકભાજી બહુ ખાય, ઘીની સાથે અન્ન ખાય, દૂધ આદિ ચીકણી વસ્તુ સેવે, બહુ પાણી ન પીએ, અજીણુ વખતે ભાજન ન કરે, લઘુ નીતિ કે વડીનીતિની શંકા ન ડાય ત્યારે, ચાલતાં ખાય નહીં, અને ખાધેલું પચ્યા પછી અવસરે ભાજન કરે, તેને શરીરે રોગ થાય તે બહુ જ આછા થાય. નીતિના જાણ પુરુષા પ્રથમ મધુર, વચ્ચે તીખુ અને છેડે કડવુ' એવું દુનની મૈત્રી સરખુ` ભાજન ઈચ્છે છે. ઉતાવળ ન કરતાં પ્રથમ મધુર અને સ્નિગ્ધ રસ ભક્ષણ કરવા; મધ્યે પાતળા, ખાટા અને ખારા રસ ભક્ષણ કરવા તથા અંતે કડવા અને તીખારસ ભક્ષણ કરવા. પુરુષે પહેલાં પાતળા રસ મધ્યે કડવા રસ, અને અંતે પાછા પાતળા રસના આહાર કરવા તેથી ખળ અને આરોગ્ય જળવાય છે. પાણી કેમ અને કયારે પીવું–ભાજનની શરૂઆતમાં જળ પીએ તો અગ્નિ મં થાય, મધ્યભાગમાં પીએ તે રસાયન માક પુષ્ટિ આપે, અને અંતે પીએ તેા વિષ માફક નુકશાન કરે. માણસે ભોજન કરી રહ્યા પછી સર્વ રસથી ખરડાયેલા હાથે એક પાણીના કોગળા દરરોજ પીવા. પાણી પશુની માફક ગમે તેટલું ન પીવુ. એઠું રહેલુ પણ ન પીવું, તથા ખાળેથી પણ ન પીવું. કેમકે, પાણી