Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૪૨) ચરણ તુજ ભેટવા સાંઈ રે, [શ્રા. વિ. ઉપર બેસીને ભોજન કરવું નહીં. આસન ઉપર પગ રાખીને, તથા ધાન, ચંડાળ અને પતિત લોકોની નજર પડતી હોય તેવી જગ્યાએ ભજન કરવું નહીં. તેમજ ભાંગેલા અથવા મલિન વાસણમાં ભેજન કરવું નહી. અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થએલું, ગર્ભ હત્યા વગેરે કરનાર લોકોએ જેએલું, રજસ્વળા સ્ત્રીએ સ્પર્શ કરેલું, તથા ગાય, શ્વાન, પક્ષી વગેરે જીએ શું ઘેલું એવું અન્ન ખાવું નહીં. જે ભક્ષ્ય વસ્તુ કયાંથી આવી તેની ખબર ન હોય, તથા જે વસ્તુ અજાણી હેય તે ખાવી નહીં, એક વાર ધેલું અન્ન ફરી વાર ઉનું કર્યું હોય તે તે પણ ન ખાવું. તથા ભેજન કરતી વેળાએ “બચબચ” એ શબ્દ, વાંકુંચૂંકું મોં કરવું નહીં. કેવું ભેજન કરવું–ભજન કરતી વખતે આસપાસ રહેલા લેકેને ભજન કરવા બેલાવીને પ્રતિ ઉપજાવવી. પિતાના ઈષ્ટ દેવનું નામ સ્મરણ કરવું. તથા સરખું, પહોળું અને ઘણું નીચું-ઊંચું નહીં એવા સ્થિર આસન ઉપર બેસીને પોતાની માસી, માતા, બહેન અથવા સ્ત્રી વગેરે લકે એ રાંધેલું તથા પવિત્ર અને ભોજન કરેલા લેકેએ આદરથી પીરસેલું અન્ન એકાંતમાં જમણે સ્વર વહેતું હોય ત્યારે ખાવું, ભેજન કરતી વેળાએ મૌન કરવું, તથા શરીર વાંકુંચૂંકું ન રાખવું; અને પ્રત્યેક ખાવા ગ્ય વસ્તુ સૂંઘવી; કેમકે, તેથી દષ્ટિદેષ ટળે છે. ઘણું ખારૂં, ખાટું, ઘણું ઉન્હ તથા ઘણું ઠંડું અન્ન ખાવું નહીં. શાક ઘણું ન ખાવું. અતિશય મીઠી વસ્તુ ન ખાવી. તથા રુચિકર વસ્તુ પણ ઘણી ન ખાવી. અતિશય ઉનું અન્ન રસને નાશ કરે, અતિશય ખાટું