Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કૃ] પામીએ જગતમાં જીરે. [૪૭૭ કાંઠે આવેલા! મ્હારૂં કહ્યું વચન હિતકારી છતાં તું માનતે. નથી, તે હવે મહારા ફળદાયી કોધનાં કેવાં કડવાં ફળ છે? તે જે.” એમ કહી રાક્ષસ, ગીધપક્ષી જેમ નિર્ભયપણે માંસને કટકે ઉપાડીને જાય, તેમ કુમારને ઝટ અપહેરીને આકાશમાં ઉડી ગયો. પછી ક્રોધથી કેઈને ન ગણે એવા તે રાક્ષસે પિતાના હોઠ ધ્રુજવતાં શીઘ પિતાને સંસાર સમુદ્રમાં નાંખવાની પેઠે કુમારને ઘેર સમુદ્રમાં નાંખે. તે વખતે કુમાર, આકાશમાંથી શીધ્ર અપાર સમુદ્રમાં જંગમ મૈનાક પર્વતની પેઠે પડ્યો. ત્યારે વજપાત જે ભયંકર અવાજ થયે. જાણે કૌતુથી જ કે શું! પાતાળમાં જઈ પાછે તે જળ ઉપર આવ્યું. જળને સ્વભાવ જ એવો છે. પછી “જડમય સમુદ્રમાં અજડ (જાણ) કુમાર શી રીતે રહી શકે ? એમ વિચારીને જ કે શું? રાક્ષસે પિનાને હાથે કુમારને સમુદ્રમાંથી કાઢયે, અને કહ્યું કે,
દુરાગ્રહનું ઘર અને વિવેકશૂન્ય એવા હે કુમાર ! તું કેમ ફેકટ મરી જાય છે. રાજ્યલક્ષ્મીને કેમ અંગીકાર નથી કરતે ? નિઘ ! હું દેવતા છતાં મે હારૂં નિઘ કબૂલ કર્યું અને તું જે કાંઈ માનવી છતાં મહારૂં હિતકારી વચન પણ માનતે નથી! અરે! તું મહા વચન હજી જલ્દી કબૂલ કર, નહીં તે બેબી જેમ વસ્ત્રને પછાડે તેમ તને પત્થર ઉપર વારંવાર પછાઈ પછાડીને યમને ઘેર એકલી દઈશ, એમાં લેશ માત્ર શંકા રાખીશ નહીં. દેવતાને કેપ ફેકટ જ નથી અને તેમાં પણ રાક્ષસને તે ન જ જાય”. એમ કહી કોપી રાક્ષસ કુમારને પગે પકડી અને તેનું મુખ નીચું કરી તેને પછાડવા