Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૪૭૮) સ્વામી સીમંધર તુ જયે, (૧૧૪) [શ્રા. વિ. માટે શિલા પાસે લઈ ગયે ત્યારે સાહસી કુમારે કહ્યું “અરે રાક્ષસ !તું મનમાં વિકલ્પ ન રાખતાં પિતાનું ધાર્યું કર. એ વાતમાં વારંવાર તું મને શું પૂછે છે? પુરુષનું વચન તે એક જ હોય છે. પછી કુમારને પિતાના સત્યને ઉત્કર્ષ થવાથી આનંદ થયો. તેના શરીર ઉપરની રામરાજિ વિકસ્વર થઈ, અને તેજ તે કઈથી ખમાય નહીં એવું દેખાવા લાગ્યું. એટલામાં રાક્ષસે જાદુગરની માફક પોતાનું રાક્ષસનું રૂપ સંહયું. તુરત જ દિગ્ય આભૂષણેથી દેદીપ્યમાન એવું પિતાનું વૈમાનિક દેવતાનું સ્વરૂપે પ્રગટ કર્યું અને મેઘ જેમ જળની વૃષ્ટિ કરે, તેમ તેણે કુમાર ઉપર પુષ્પવૃષ્ટિ કરી, પછી ભાટ-ચારણની માફક કુમારની આગળ ઊભું રહી તે દેવતા જય-જયકાર બોલ્યો અને આશ્ચર્યથી ચક્તિ થયેલા કુમારને કહેવા લાગ્યા કે, “હે કુમાર ! જેમ મનુષ્યમાં શ્રેષ્ઠ ચકાત, તેમનું સત્વશાળી પુરુષોમાં ઉત્તમ છે. તે પુરુષરત્ન અને અપ્રતિમ શૂરવીર હોવાથી પૃથ્વી આજ હ રાવડે ખરેખર રત્નગર્ભા(રત્નવાળી)અને વીરવતી થઈ. જેનું મન મેરુપર્વતની ચૂલાની માફક નિશ્ચળ, એવા તે ગુરુ પાસે ધર્મ કાર્યો એ બહુ જ સારી વાત કરી. ઈદ્રને સેનાધિપતિ હરિર્ણગમેષી નામે ઉત્તમ દેવતા બીજા દેવતા પાસે હારી પ્રશંસા કરે છે, તે બરાબર છે. ” દેવતાનું એવું વચન સાંભળી રત્નસાર કુમારે આશ્ચર્યથી ચક્તિ થઈ પૂછયું કે હરિણમેષી નામે શ્રેષ્ઠ દેવતા જેમાં કાંઈ વખાણવા જેવું નથી એ હું છું તે મહારી કેમ પ્રાંસા કરે છે?” દેવતાએ કહ્યું. સાંભળ. હું એક વખતે જેમ ઘરધણીની ઘરની બાબતમાં