Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દ. કૃ.] ધમ મતિ રહીએ શુભ માગે. (૧૧૧) [૪૬૫ વી'ટાયેલુ હતુ, તેની દરેક પાળને વિષે માણિકય રત્નના દરવાજા હતા, રત્નજડિત હેટા મહેલાના સમુદાયાથી તે નગર રાણુ પર્વતની બરાબરી કરતું હતું, મહેલ ઉપર હુજારા સફેદ ધ્વજાઓ ફરકતી હતી, તેથી તે સહસ્રમુખી ગંગા નદી જેવુ' દેખાતુ' હતુ`. ભ્રમર જેમ કમળની સુગ’ધથી ખે’ચાય તેમ નગરની વિશેષ શેાભાથી ખેંચાયેલા રત્નસાર કુમાર તેની પાસે આવ્યા. બાવના ચંદનનાં બારણાં હાવાથી જેની સુગ'ધી આસપાસ ફેલાઈ રહી છે એવા તથા જગતની લક્ષ્મીનુ' જાણે સુખ જ ન હેાય ! એવા ગાપુરદ્વારમાં કુમાર દાખલ થવા લાગ્યા. દ્વારપાલિકાની માફક કોટ ઉપર બેઠેલી એક સુંદર મેનાએ કુમારને અંદર જતાં અટકાવ્યેા. કુમારને એથી ઘણુ' અજાયબ લાગ્યું'. તેણે ઉચ્ચ સ્વરથી પૂછ્યું' કે, “ હું સુંદર સારિકે ! તું શા માટે મને વારે છે ?” મેનાએ કહ્યું “ હું મહાપતિ ! ત્હારા ભલાને માટે રાકુ છું. જો હારે જીવવાની મરજી હોય તે આ નગરની અંદર ન જા. તું એમ ન સમજ કે, આ મેના વૃથા મને વારે છે. અમે જાતનાં તે પક્ષી છીએ, તે પણ પક્ષિજાતિમાં ઉત્તમપણું હેાતુ જ નથી એમ નથી. ઉત્તમ જીવા હેતુ વિના એક વચન પણ ખેલતા નથી. હવે તને હુ' રશકુ છુ, તેના હેતુ જાણવાની ઈચ્છા હાય તા સાંભળ—
+
આ રત્નપુર નગરમાં પરાક્રમ અને પ્રભુતાથી ખીજે ઈન્દ્ર ન જ હાય એવા પુર'દર નામે રાજા પૂર્વે થયા; કોઈથી ન પકડાય એવા હાવાથી જાણે નગરનું એક મૂર્તિમંત દુર્ભાગ્ય જ ન હોય ! એવા કેાઈક ચાર જાતજાતના
શ્રા. ૩૦