Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
હિ, ક] અસદારંભ તજિને તરિયા; જિs પણ મનમાં રેષને આવેશ આવ્યાથી, બિલમાંથી જેમ સર્ષ બહાર નીકળે તેમ મ્યાનમાંથી ખડ્ઝ બહાર કાઢીને તે પુરુષ પાછળ દોડ્યો. તે પુરુષ આગળ અને કુમાર પાછળ એ રીતે ઉતાવળા ચાલતા અને એક બીજાને જોતા એવા તે બન્ને જણા વચ્ચે આવેલા કઠણ પ્રદેશ, ઘર વગેરે વસ્તુને સહજ ઉલ્લંઘન કરતા ચાલ્યા.
દુષ્ટ ભૂમિ જેમ મુસાફરને આડે માર્ગે લઈ જાય છે, તેમ તે દિવ્ય પુરુષના તેજના અનુસારથી તેની પાછળ જનાર કુમારને તે પુરુષ ઘણેજ દૂર કયાંય લઈ ગ. પછી કઈ પણ રીતે તે દાવાગ્નિ સરખો પુરુષ કુમારને મળે, કુમાર શીધ્ર ચેરની માફક તેને જીવતે પકડવા લાગ્યા, એટલામાં તે ચેર પુરુષ, કુમારના જોતાં જ ગરૂડ પક્ષીની માફક આકાશમાં ઊડી ગયે! કુમારે આકાશમાં ગમન કરનાર તે પુરુષને કેટલેક દૂર સુધી જે. પણ પછી તે અદશ્ય થયે. કુમારના ભયથી નાસી ગયે કે શું? કેણ જાણે! પછી કુમાર આશ્ચર્યથી મનમાં વિચારે છે કે, “એ કોઈ નકકી હારે વેરી છે. કોણ જાણે વિદ્યાધર, દેવ કે દાનવ હશે ! જે કઈ હશે. એ શું મારૂં નુકશાન કરનાર હતે? એ આજ સુધી મહારે શત્ર હતું, પણ હારૂ પિપટરૂપી રત્ન લઈ જવાથી તે હવે ચાર પણ થયો. હાય! હાય ! જાણ પુરુષની પંક્તિમાં અગ્રેસર, ધીર, શર, એવા હે પિપટ ! વ્હાલા દસ્ત! લ્હારા વિના મને હવે સુભાષિત સંભળાવી કાનને સુખ કેણ આપશે! અને હે ધીરશિરોમણિ! મને માઠી અવસ્થામાં હારા વિના બીજા કે મદદ આપશે!