Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ, કૃ] તિજ પરિણામે ન ધર્મ હણાય; ૪િ૫૯ દેવતાએ શાલિભદ્રને પિતાના સંબંધથી સંપૂર્ણ ભેગ આપ્યા એમાં શું નવાઈ! પણ એ ઘણી અજાયબ વાત છે કે, ચકેશ્વરીની સાથે કુમારને માતા, પુત્ર વગેરે કઈ જાતને સંબંધ નહીં છતાં દેવીએ કુમારને વાંછિત ભેગ પરિપૂર્ણ આપ્યા. અથવા પૂર્વ ભવના પ્રબળ પુણ્યને ઉદય હોય ત્યાં આશ્ચર્ય શું છે! ભરત ચક્રવર્તીએ મનુષ્ય ભવમાં જ ગંગાદેવીની સાથે ચિરકાળ કામગ શું નથી ભગવ્યા? એક વખતે ચંદ્રચૂડ દેવતાએ ચકેશ્વરીની આજ્ઞાથી કનક વજ રાજાને વધૂ-વરની શુભ વાર્તાની વધામણી આપી. ઘણા હર્ષવાળ કનકદવજ રાજા પુત્રીઓને જોવાની ઘણા કાળની ઉત્કંઠાએ તથા પુત્રીઓ ઉપર રહેલી ઘણી પ્રીતિએ શીવ્ર પ્રેરણા કરવાને લીધે સાથે સેનાને પરિવાર લઈ નીકળે. થડા દિવસમાં કનકાવજ રાજા, અંતઃપુર, માંડલિક રાજાઓ, મંત્રીઓ શ્રેણીઓ, વગેરે પરિવાર સહિત તથા સેના સહિત ત્યાં આવી પહોંચે. શ્રેષ્ઠ શિષ્ય જેમ ગુરુને નમસ્કાર, કરે છે, તેમ કુમાર, પિપટ, કન્યાઓ વગેરે લેકેએ શીવ્ર સન્મુખ આવી ઉતાવળથી રાજાને પ્રણામ કર્યા. ઘણા કાળથી માતાને જેવા ઉત્સુક થએલી બને કન્યાઓ, વાછરડીઓ પિતાની માતાને જેવા પ્રેમથી આવી મળે છે, તેવા કહી ન શકાય એવા અતિ પ્રેમથી આવી મળી. જગતમાં ઉત્તમ એવા કુમારને તથા તે દિવ્ય-દ્ધિને જોઈ પરિવાર સહિત કનકદવજ રાજાએ તે દિવસ ઘણો કિંમતી મા. રત્નસાર કુમારે કામધેનુ સરખી ચકેશ્વરી દેવીના પ્રસાદથી પરિવાર સહિત કનકધજ રાજાની સારી રીતે પરણાગત કરી.