Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
ક્રિ. કુ.]
યાગ અનેક પ્રકાર;
[૪૨૭
•
હતી. સર્પની એ જિહ્વા માફ્ક અથવા ક્રુર ગ્રહનાં બે નેત્ર માફ્ક જગતને કામવિકાર કરનારી તે કન્યાઓની આગળ પેાતાનું મન વશ રાખવામાં કોઈનુ ધૈય ટકી શકયુ* નહિ. સુખમાં, દુઃખમાં, આનંદમાં અથવા વિષાદમાં એક ખીજીથી જુદી ન પડનાર, સ કાર્યમાં અને સર્વ વ્યાપારામાં સાથે રહેતી, રૂપ તથા શીલથી માંહેામાંહે સરખી એવી તે કન્યાઆની જન્મથી બધાયેલી પરસ્પર પ્રીતિને જો કદાચ ઉપમા આપી શકાય તે બે આંખની જ આપી શકાય. કહ્યુ છે કે—“ સાથે જાગનારી, સાથે સૂઈ રહેનારી, સાથે હુ પામનારી અને સાથે શાક કરનારી એ આખાની પેઠે જન્મથી માંડીને નિશ્ચળ પ્રેમને ધારણ કરનારાઓને ધન્ય છે.'' કન્યાએ યૌવનદશામાં આવી, ત્યારે કનકદવજા રાજા મનમાં વિચારવા લાગ્યા કે એમને એમના જેવા વર કાણુ મળશે ? રતિ તથા પ્રીતિના જેમ એક કામદેવ વર છે, તેમ એ બન્નેના એક જ વર શોધી કાઢવા જોઈ એ. જો કદાચ એમને જુદા વર થશે, તે માંહોમાંહે બન્નેના વિરહ થવાથી મરણાંત કષ્ટ થશે. એમને આ જગતમાં કયા ભાગ્યશાળી તરૂણ વર ઉચિત છે ? એક કલ્પલતાને ધારણ કરી શકે એવુ' એક પણ કલ્પવૃક્ષ નથી, તેા બન્નેને ધારણ કરનારા કયાંથી મળી શકે? જગતમાં એમાંથી એકને પણ પરણવા જેવા વર નથી, હાય ! હાય ! હું કનકધ્વજ ! તું એ કન્યાના પિતા થઈ ને હવે શું કરીશ ? ચેાગ્ય વરને લાભ ન થવાથી આધાર વિનાની કલ્પલતા જેવી થએલી આ કન્યાએની શી ગતિ થશે?”’એવી રીતે અતિશય ચિંતાના
''