Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૪૨૮] કલ્યસુત્રે એમ ભાખિયુંછ, [શ્રા. વિ. તાપથી તપી ગયેલે કનકાવજ રાજા મહિનાઓને વર્ષ માફક અને વર્ષોને યુગ માફક પસાર કરવા લાગે. શંકરની દષ્ટિ સામા પુરુષને જેમ દુઃખદાયક થાય છે, તેમ કન્યા કેટલીય સારી હોય, તે પણ તે પિતાના પિતાને દુઃખ આપનારી તે ખરી જ! કહ્યું છે કે પિતાને કન્યા ઉત્પન્ન થતાં જ કન્યા થઈ એવી મોટી ચિંતા મનમાં રહે છે. પછી હવે તે કેને આપવી? એવી ચિંતા મનમાં રહે છે. લગ્ન કર્યા પછી પણ “ભર્તારને ઘેર સુખે રહેશે કે નહીં.” એવી ચિંતા રહે છે, માટે કન્યાના પિતા થવું એ ઘણું કષ્ટકારી છે, એમાં સંશય નથી. હવે કામદેવ રાજાને મહિમા જગતમાં અતિશય પ્રસિદ્ધ કરવાને અર્થે પોતાની પરિપૂર્ણ ઋધિ સાથે લઈ વસંતઋતુ વનની અંદર ઊતરી. તે વસંતઋતુ જેને અહંકાર સર્વત્ર પ્રસરી રહ્યો છે, એવા કામદેવ રાજાને ત્રણ જગતને જિતવાથી ઉત્પન્ન થએલે જશ મનહર ત્રણ ગીતે વડે ગાતી જ ન હોય ! એમ લાગતી હતી. ત્રણ ગીતમાં મલયપર્વત ઉપરથી આવતા પવનને સત્કાર શબ્દ એ પહેલું ગીત, ભ્રમરેના ઝંકાર શબ્દ એ બીજું ગીત અને કેકિલ પક્ષીઓના મધુર શબ્દ એ ત્રીજું ગીત જાણવું. તે સમયે કીડા કરવાના રસવડે ઘણી ઉત્સુક થએલી તે બન્ને રાજકન્યાઓ મનનું આકર્ષણ થવાથી હર્ષ પામી વનમાં ગઈ. કેઈ હાથીના બચ્ચા ઉપર તે કઈ ઘડા ઉપર, કઈ ખચ્ચર જાતિના ઘડા ઉપર, તે કઈ પાલખી અથવા રથ વગેરેમાં એવી રીતે જાતજાતના વાહનમાં બેસી ઘણી સખીઓને પરિવાર તેમની સાથે