Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કૃ] કારજ કારણ એક પ્રમાણે. (૧૦૭) [૪૪૯ દીન, રાંક, અતિશય બીકણ અને અકાર્ય એવી મેં હારે માટે તને ઘણે ખેદ આપે, તેની ક્ષમા કર. ખરેખર જોતાં વિદ્યાધર રાજા જે હારા ઉપર ઉપકાર કરનાર બીજે કઈ નથી. કેમકે, જેની બીકથી હું અનંત પુણ્યથી પણ ન મળી શકે એવા હારા ખેળામાં આવીને બેઠી. ધનવાન પુરુષના પ્રસાદથી જેમ નિર્ધન પુરુષ સુખી થાય છે, તેમ અમારા જેવા પરાધીન અને દુઃખી જીવ હારા
ગથી ચિરકાળ સુખી થાઓ.” કુમારે કહ્યું. “મીઠું બોલનારી હે હંસી! તું કેણ છે? વિદ્યાધરે તને શી રીતે હરણ કરી? અને આ મનુષ્યની વાણી તું શી રીતે બોલે છે તે કહે” પછી તે ઉત્તમ હંસી કહેવા લાગી – “મહેટા જિનમંદિરથી શોભતા વૈતાઢય પર્વતના શિખરના અલંકારભૂત એવા રથનપુરચક્રવાળ નામે નગરની રક્ષા કરનારે અને સ્ત્રીઓને વિષે આસક્ત એ તરૂણીમૃગાંક નામે વિદ્યાધર રાજા છે. એકદા તેણે આકાશમાર્ગે જતાં કનકપુરીમાં મનેવેધક અંગચેષ્ટા કરનારી અશકમંજરી નામે રાજકન્યા જોઈ. સમુદ્ર ચંદ્રમાને જોતાં જ જેમ ખળભળે છે, તેમ હિંડોળા ઉપર કીડા કરનારી સાક્ષાત દેવાંગના સરખી તે કન્યાને જોઈ વિદ્યાધર રાજા ક્ષેભ પામ્યા પછી તેણે તેફાની પવન વિકુવને હિંડોળા સાથે રાજકન્યાને હરણ કરી. પોતાની મતલબ સાધવા યથાશક્તિ કણ પ્રયત્ન ન કરે.” વિદ્યાધર રાજાએ રાજકન્યાને હરણ કરી શબરસેના નામે મહેદી અટવીમાં મૂકી. ત્યાં તે હરિણીની પેઠે બીક પામવા શ્રા. ૨૯