Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
w૮ તેહ ધરમ વ્યવહારે જાણે શા. વિ. પાયદળને સ્વામી તે વિદ્યાધર રાજા જાણે પિતાની ભાગી ગએલી ઈષ્ટ વિદ્યાને લેવાને અર્થે તેની પાછળ શાળ વેગથી દોડતે ગ. સંનિયોગ શિષ્ટ (પરસ્પર સોગથી બની ગએલાં) કાર્યોમાં જેમ એકને નાશ થવાથી પણ બીજાને નાશ થાય છે તેમ વિદ્યાને લેપ થતાં જ વિદ્યાધર રાજાને પણ લેપ થયે. સુકુમાર કુમાર ક્યાં? અને કઠોર વિદ્યાધર કયાં ? તથાપિ કુમારે વિદ્યાધરને જીત્યા. એનું કારણ કે, જયાં ધર્મ હોય, ત્યાં જાય છે. વિદ્યાધર રાજાને સેવક જે વિદ્યાધર હતા, તે પણ તેની સાથે જ ના ગયા ! ઠીક જ છે, દીવો બુઝાઈ ગયા પછી તેને પ્રકાશ પાછળ શું રહે ? જેમ રાજા સેવકની સાથે મહેલમાં આવે, તેમ કુમાર દુર્જય શત્રુને જીતવાથી ઉત્કર્ષ પામેલા દેવતાની સાથે મહેલમાં આવ્યું. અતિશય ચમત્કાર ઉત્પન્ન કરનારૂં કુમારનું એવું ચરિત્ર જોઈને તિલકમંજરી હર્ષથી વિકસ્વર થએલી રામરાજીને ધારણ કરતી છતી મનમાં વિચાર કરવા લાગી કે, “ત્રણે લેકમાં શ્રેષ્ઠ એવે એ તરૂણ કુમાર પુરુષમાં એક રત્ન છે, માટે ભાગ્યથી જે હારી બહેન હમણું મળે તે આવા ભર્ધારને લાભ થાય” એમ વિચારી મનમાં ઉત્સુકતા, લજજા અને ચિંતાધારણ કરનારી તિલકમંજરી પાસેથી કુમારે બાળકની માફક હંસીને ઉપાડી લીધી, અને તેથી હંસી કહે છે કે
ધીર પુરુષોમાં અગ્રેસર, કાર્યભાર ચલાવવા સમર્થ, વીર પુરુષોની ગણતરીમાં મુખ્ય એવા હે કુમારરાજ! તું ચિરકાળ જીવતે અને જયવંતે રહે. હે ક્ષમાશીલ કુમાર!