Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
કપર) નિજ સ્વભાવ પરિણતિ તે ધર્મ, [શ્રા, વિ. છળ- બળથી પ્રેમ ન સધાય. બન્ને જણાના ચિત્ત પ્રસન્ન હોય તેજ ચિત્તરૂપ ભૂમિમાં પ્રેમરૂપ અંકુર ઉત્પન્ન થાય છે, જેમ ઘી વિના લાડવા બાંધવા, તેમ સ્નેહ વિનાને સ્ત્રી -પુરુષોને પ્રેમ શા કામને? એ સ્નેહ વિનાને સંબંધ તે જંગલમાં બે લાકડાઓને પણ મહેમાંહે થાય છે, માટે મૂર્ખ વિના બીજે કશે પુરુષ નેહ રહિત બીજા માણસની મનવાર કરે ? સ્નેહનું સ્થાનક જોયા વિના દુરાગ્રહ પકડનારા મતિમંદ માણસને ધિક્કાર થાઓ.” અકુશ વિનાને વિદ્યાધર રાજા અશકમંજરીનાં એવાં વચન સાંભળી ઘણ રેષ પામ્યા અને સ્થાનમાંથી શીધ્ર પગ બહાર કાઢી કહેવા લાગ્યું કે અરેરે! હમણાં હું તને મારી નાખ્યું ! હારી પણ નિંદા કરે છે!” અશોક મંજરીએ કહ્યું “અનિષ્ટ માણસની સાથે સંબંધ કરવા કરતાં મરવું એ મને વધુ પસંદ છે. જે મને છેડવાની હારી ઈચ્છા ન હોય તે તું બીજે કાંઈ પણ વિચાર ન કરતાં અત્યારે જ મને મારી નાંખ. ” પછી અશકમંજરીના પુણ્યના ઉદયથી વિદ્યાધર રાજારા મનમાં વિચાર આવ્યો કે, “હાય હાય! ધિક્કાર થાઓ ! આ શું મેં દુષ્ટ બુદ્ધિનું કામ માંડયું ? પિતાનું જીવિત જેના હાથમાં હોવાથી જે જીવિતની માલિક કહેવાય છે, તે પ્રિય સ્ત્રીને માટે કયો પુરુષ કોધથી એવું ઘાતકીપણાનું આચરણ કરે ? શોપચારથી જ સર્વ ઠેકાણે પ્રેમ ઉત્પન્ન થવાનો સંભવ છે. તેમાં પણ સ્ત્રીને વિષે એ નિયમ વિશેષ કરી લાગુ પડે છે, પાંચાલ નામે નીતિ શાસ્ત્રના કર્તાએ કહ્યું છે કે-“ સ્ત્રીઓની સાથે ઘણી સરળતાથી