Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. ૬] શિવ સુખ દેજે ભવ જલ તારી. (૧૦૬) [૪૫ માંહામાંહે એક બીજાને પ્રહાર કરતાં હતાં, પરંતુ તેમને શરીરે એક પણ લાગ્યુ નહી. ઘણેા ક્રોધ પામેલા તે બન્ને મહાયાદ્ધાઓનુ` ઘણા કાળ સુધી સેલ, આવલ્લ, તીરી, તેમન, તબલ, અર્ધચંદ્ર, અનારાચ, નારાચ વગેરે જાતજાતનાં તીક્ષ્ણ મણેાથી યુદ્ધ ચાલ્યું. સશ્રામ કરવામાં કુશળ એવા તે બન્ને જણા ઘણા કાળ સંગ્રામ થયા તે પણ થાક્યા નહી, સરખે સરખા એ જબ્બર જુગારી હાય તા તેમનામાં માંઢાંમાંડે કણ જીતશે ? તેમ આમાં કોણ જીતશે તેના સ’શય રહ્યો. ઠીક જ છે, એક વિદ્યાના બળથી અને બીજો દેવતાના ખળથી બલિષ્ઠ થએલા, વાલિ અને રાવણ સરખા તે અન્ને ચાન્દ્રાઓમાં કાના જય થાય, તે શીઘ્ર શી રીતે નક્કી કરાય? સારી નીતિનું ઉપાર્જન કરેલું મન જેમ વખત જતાં ચઢતી દશામાં આવે છે, તેમ નીતિનુ અને ધનુ' ખળ ઘણું હાવાથી રત્નસાર કુમારના અનુક્રમે જય થયા. તેથી વિલખા થએલા વિદ્યાધર રાજાએ પેાતાના પરાજય થયેા એમ જાણીને સંગ્રામ કરવાની સીધી રીતિ છોડી દીધી, અને તે પેાતાની સ શક્તિથી કુમાર ઉપર ધસી આવ્યા. વીસ ભુજાઓમાં ધારણ કરેલાં વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી કુમારને પ્રહાર કરનારા તે વિદ્યાધર રાજા, સહસ્ત્રાર્જુનની માફ્ક કેાઈથી ન ખમાય એવા થયા. મનમાં શુદ્ધ વિચાર રાખનારા રત્નસાર કુમાર અન્યાયથી સંગ્રામ કરનાર કોઈપણ પુરુષની કાઈ કાળે જીત ન થાય” એમ ધારી ઘણા ઉત્સાહવત થયા. વિદ્યાધરનૃપના બધા પ્રહારથી અશ્વરનની ચાલાકીથી બચાવ કરનાર કુમારે ક્ષુરપ્રમાણ હાથમાં લીધુ. શસ્ત્રો કેમ તેડવા તેના